અમદાવાદમાં રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ, યાત્રાના રૂટ પર CCTV લગાવાશે
અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિને પરંપરાગત રથયાત્રા યોજાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજી રથમાં બિરાજીને શહેરની પરિક્રમાએ નીકળે છે. રથયાત્રાને હવે સવા મહિના જેટલો સમય બાકી છે ત્યારે રથયાત્રાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં રથયાત્રાના માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા […]