1. Home
  2. Tag "airport"

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી અને મુખ્યમંત્રી રહેશે હાજર

કેશોદ એરપોર્ટનું આવતીકાલે ઉદ્દઘાટન સીએમ પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને મળશે વેગ રાજકોટ :જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે નવીનીકરણ કરાયેલ એરપોર્ટનો ઉદ્દધાટન સમારોહ યોજાશે.તારીખ  16 એપ્રિલ એટલે કે આવતીકાલે બપોરે 2 કલાકે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી  જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં આ એરપોર્ટનું ઉદ્દઘાટન થશે.એરપોર્ટ ઓથોરીટી દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે વિવિધ […]

ભાવનગરના એરપોર્ટને બંધ નહીં કરાય, 15મી એપ્રિલથી ફલાઈટ ઉડાન ભરશે

ભાવનગરઃ શહેરને નિયમિત વિમાની સેવા મળતી નથી. ફ્લાઈટ શરૂ કરવામાં આવ્યા બાદ મહિના-બે મહિનામાં પેસેન્જરો મળતા નથી એવા બહાને ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાંસદ ભારતીબેન […]

અમદાવાદમાં એરપોર્ટથી કમલમ્ સુઘી વડા પ્રધાન મોદીનો રોડ શો, 50 સ્ટેજ તૈયાર કરાયા

  અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના પ્રવાસે આવી રહ્યા હોવાથી વડાપ્રધાનના સ્વાગત માટેની ધુમ તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. એરપોર્ટથી ગાંધીનગર કમલમ કાર્યાલય સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાશે. રોડ શોને લઇ તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે. વડાપ્રધાનના અભિવાદન માટે 4 લાખ લોકો હાજર રહેવાના છે. […]

20 વર્ષ બાદ કેશોદનું એરપોર્ટ ધમધમતુ થશે, 12મી માર્ચથી મુંબઈની ફ્લાઈટ્સ ઉડાન ભરશે

જુનાગઢઃ કેશોદ શહેર વર્ષો પહેલા વિમાની સેવાથી જોડાયેલું હતું. પરંતુ કાળક્રમે વિમાની સેવાને બંધ કરી દેવામાં આવી હતી. આખરે બે દાયકા બાદ સોરઠનું કેશોદ એરપોર્ટ આગામી 12 માર્ચથી પુનઃ ધમધમતુ  થશે. સોરઠ વિસ્તારના અનેક લોકો મુંબઈમાં સ્થાયી થયેલા છે. અને અવાર-નવાર પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે કેશોદ-મુબઈ વચ્ચેની વિમાની સેવાથી સોરઠ પંથકને સારોએવો […]

અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક પ્રવાસી ઘટ્યા પણ વિદેશના ટ્રાફિકમાં 125 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદઃ કોરોનાને લીધે જાહેર પરિવહન સેવાને પણ ઘણુંબધું સહન કરવું પડ્યું છે. જેમાં વિમાની સેવાનો પણ સમાવેશ થાય છે. શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર ગત મહિને કોરોનાને લીધે તેમજ દિવસ દરમિયાન રન-વે બંધ રહેતા ડોમેસ્ટીક પેસેન્જરોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ સહિત દેશભરમાં કોરોના કેસ વધી રહ્યા હતા. તેની સાથે અમદાવાદ એરપોર્ટના […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર રજિસ્ટ્રેશન વિનાની રિક્ષાઓ પેસેન્જરને બેસાડી શકશે નહી

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટ પર પેસેન્જરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ મેનેજમેન્ટ દ્વારા એરપોર્ટ પર આવતા તમામ વાહનોનું રજીસ્ટ્રેશન કરાઇ રહ્યું છે. જેના ભાગરૂપે 25 ફેબ્રુઆરીથી એરપોર્ટ વિસ્તારમાં રજિસ્ટ્રેશન વગરની કે અનધિકૃત રિક્ષાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. જેના પગલે રજીસ્ટ્રેશન નહીં કરાવનારા રિક્ષા ચાલકો એરપોર્ટ પરથી પેસેન્જરોને રિક્ષામાં બેસાડી નહીં શકે […]

અમદાવાદના એરપોર્ટ પર વાહનચાલકોનો સમય બચાવવા હવે ફાસ્ટટેગની સુવિધા શરૂ કરાશે

અમદાવાદ : શહેરના એરપોર્ટના ખાનગીકરણ બાદ પેસેન્જર માટે અલગ અલગ સુવિધા  શરૂ કરવામાં આવી રહી છે.   એરપોર્ટનો અલગ લુક પણ આપવામાં આવ્યો છે. કેટલાક ફેરફાર પણ કરવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર આવતા વાહનોના પાર્કિંગ માટેની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ પાર્કિંગ માટેના ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે. એટલે ચાર્જ પ્રમાણે સુવિધા મળે […]

રાજકોટ એરપોર્ટ પર બર્ડ હીટ ઘટના, પાઈલોટની સમયસુચકતાથી 97 મુસાફરોનો બચાવ

રાજકોટઃ શહેરના  એરપોર્ટ પર અવારનવાર બર્ડ હિટની ઘટના બનતી રહે છે. ગઈકાલે સાંજે રાજકોટ-મુંબઈ ફલાઈટ સાથે ટેક ઓફ સમયે રન-વે પર એન્જિન સાથે પક્ષી ટકરાતા પાયલોટે સમય સૂચકતા વાપરી ફલાઈટને થંભાવી દેતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ફલાઈટ્સએ આજે ટેકનીકલ ટીમ દ્વારા ચકાસણી થયા બાદ ફરી ઉડાન ભરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રવિવારે સાંજે […]

કુવૈતથી અમદાવાદ આવતી ફ્લાઈટ ગાઢ ધૂમ્મસને લીધે 13 કલાક મોડી પડી

અમદાવાદઃ કુવૈતના એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ સર્જાતા અનેક ફ્લાઈટોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. જેમાં કુવૈતથી મોડી રાતે લગભગ 1.45 વાગે ઉપડી સવારે 8.15 વાગે અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઈટ નં.6-ઈ 1754 લગભગ 13 કલાકથી વધુ મોડી પડી હતી. જેના પગલે આ ફ્લાઈટમાં અમદાવાદ આવી રહેલા 150થી વધુ પેસેન્જરો સવારના બદલે રાતે 9 વાગ્યા બાદ અમદાવાદ પહોંચ્યા […]

અમદાવાદના એરપોર્ટ પર પેસેન્જરોની સુવિધા માટે પ્રિ-પેઈડ રિક્ષાસેવા, અને પિકઅપ સ્ટેન્ડ

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રિક્ષાચાલકો માટે પ્રિપેઈડ પિકઅપ સ્ટેન્ડ શરૂ કરાયું છે.  એરપોર્ટ ઓથોરિટી તરફથી હવાઈ મુસાફરી કરતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોની સલામતિ અને અનુકૂળતા માટે તાજેતરમાં જ રિક્ષાચાલકો માટે પ્રિપેડ પિકઅપ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં અત્યારસુધીમાં 200થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code