અંબાજીમાં આજે મા અંબાના પ્રાગટ્યદિને અખંડ જ્યોત યાત્રા યોજાઈ
ગબ્બરથી શક્તિદ્વારા સુધી યાત્રામાં અનેક ભાવિકો જોડાયા માં અંબાએ હાથી પર સવાર થઈને પરિક્રમા કરી માતાજીને 56 ભોગની મીઠાઈનો વિશેષ અન્નકૂટ ધરાવાયો અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે પોષી પુનમના દિને માતાજીના મંદિરમાં ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આજે અંબાજી માતાજીના પ્રાગટ્ય દિને ગબ્બર પર્વતથી શક્તિ દ્વાર સુધી અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં […]