બિન અનામત આયોગને બે વર્ષમાં 125 લાખની રકમ ફાળવાઈ છેઃ પરમાર
ગાંધીનગરઃ રાજ્યના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટ્ટીબદ્ધ છે. આ માટે બિનઅનામત આયોગ કાર્યરત કરીને વિવિધ યોજનાકીય લાભો રાજય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આયોગને રૂપિયા 125 લાખની રકમ ફાળવાઈ છે. તેમ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે વિધાનસભામાં જણાવ્યું હતું ગુજરાત વિધાનસભા ગૃહમાં બિનઅનામત આયોગને ફાળવાયેલ રકમના પ્રશ્નના […]