ગુજરાત-ઉઝબેકિસ્તાન વચ્ચે ટુરિઝમ, IT, ફુડપ્રોસેસિંગ, સહિતના ક્ષેત્રોમાં રોકાણ માટે MOU કરાશે
ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઉઝબેકિસ્તાન રાષ્ટ્રનાં ભારત ખાતેના રાજદૂત શ્રીયુત દિલશોદ અખાતોએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે ભારત-ઉઝબેકિસ્તાન-ગુજરાતના સંબંધોનો સેતુ વધુ સુદૃઢ કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. ખાસ કરીને ગુજરાત અને ઉઝબેકિસ્તાનના અંદિજાન પ્રદેશ વચ્ચે કો.ઓપરેશનના જે કરાર 2018માં થયેલા છે તેને બહુવિધ ક્ષેત્રે આપસી સહયોગથી આગળ […]