1. Home
  2. Tag "amdavad"

અમદાવાદમાં કરોડોની જીએસટી ચોરી કેસમાં એક એકમના સંચાલક સહિત બેની ધરપકડ

અમદાવાદઃ CGST અમદાવાદ દક્ષિણ, કમિશનરેટની પ્રિવેન્ટિવ વિંગે સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા એક એકમ સામે આઠ બિન-અસ્તિત્વ ધરાવતી કંપનીઓ દ્વારા જારી કરાયેલા ઈન્વોઈસના આધારે માલસામાનની વાસ્તવિક રસીદ વિના ITCની છેતરપિંડી અંગે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એકમના પ્રોપરાઈટર જયસુખભાઈ મનુભાઈ મોડાસિયા (ઉ.વ. 46) અને જીજ્ઞેશ મનસુખભાઈ પટેલ (ઉં.વ 39)એ અંદાજે રૂ. 40,76,75,677/-ની ઈનવોઈસીસમાં ઉલ્લેખિત પુરવઠા […]

PM ડિગ્રી વિવાદમાં કેજરિવારની મુશ્કેલીઓ વધી, કોર્ટે સમન્સ પાઠવી હાજર રહેવા નિર્દેશ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની મુશ્કેલીમાં વધારો થયો છે. અરવિંક કેજરિવાર અને સંજયસિંહને સમન્સ ઈશ્યું કરીને તા. 7મી જૂનના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની અરવિંદ કેજરિવાલે માંગણી કરી હતી. તેમજ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. દરમિયાન ગુજરાત યુનિવર્સિટીએ યુનિવર્સિટી વિશે […]

ગેરકાયદે લિંગ પરીક્ષણ મામલે આરોગ્ય વિભાગની કાર્યવાહી, બે સોનોગ્રાફી મશીન સીલ કરાયાં

અમદાવાદ: શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં તબીબની ગેરહાજરીમાં બિન લાયકાત ધરાવતી વ્યક્તિ સોનોગ્રાફીની પેક્ટીસ કરતી હતી. એટલું જ નહીં અહીં ગેરકાયદે રીતે લિંગ આધારિત ગર્ભ પરિક્ષણ પણ કરવામાં આવતું હતું. જેથી હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે ક્લિનિકમાં તપાસ હાથ ધરીને બે સોનોગ્રાફી મશીન સીલ કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર એક્સરે અને સોનોગ્રાફી ક્લિનિકમાં […]

ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો વાહનચાલકો પાસે લાયસન્સ કે વાહનોના કાગળો માગી શકે નહીં

અમદાવાદઃ  શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવા વાહનો ઉમેરાતા જાય છે. તેને લીધે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનતી જાય છે. ટ્રાફિક પોલીસની મદદમાં ટીઆરબી (ટ્રાફિક બ્રિગેડ)ના જવાનોને તૈનાત કરવામાં આવે છે. શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર તૈનાત ટીઆરબી જવાનો અંગે વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ટીઆરબી જવાનો વાહન […]

અમદાવાદઃ 4 વર્ષમાં 1.19 લાખ શ્વાનની ખસી, દોઢ મહિનામાં AMCને અનેક રખડતા શ્વાનની ફરિયાદ મળી

અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ઉપદ્રવો વધ્યો છે, બીજી તરફ રખડતા ઢોર અને શ્વાન બાઈડના કેસમાં વધારો થયો છે, એટલું જ નહીં રખડતા ઢોર અને શ્વાનની મોટી સખ્યામાં લોકો મનપાએ ફરિયાદ કરી રહ્યાં છે. દરમિયાન દોઢ મહિનામાં રખડતા શ્વાન અને ઢોરની મનપાને 1109 ફરિયાદો મનપાને મળી છે. બીજી તરફ કુલ 4888 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. […]

ગુજરાતઃ ગરમીમાં આંશિક રાહતની આગાહી, આકાશમાં વાદળો છવાયાં

14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતર્યો અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળ્યો તાપમાન હજુ 1થી 2 ડિગ્રી સુધી ઘટનો અંદાજ અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો વધારે આકરો બન્યો છે. જો કે, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તાપમાનનો પારો ઘટ્યો છે. દરમિયાન આજે […]

ગેમ ચેન્જર: વિશ્વમાં સૌપ્રથમ અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર મેટાવર્સમાં ભણાવશે

”અમદાવાદ: ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (ASDC) ની સ્થાપના 16 મે, 2016ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં બે અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ASDC વર્ટિકલ ભવિષ્ય માટે તૈયાર વ્યાવસાયિકોને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ […]

અમર કક્ષ : અંગદાન ક્ષેત્રે અંગદાતાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરતું સમગ્ર દેશમાં સંભવિત પ્રથમ મેમોરીયલ

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ”નું આજે લોકાર્પણ કર્યું હતુ. અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન માટેની પ્રેરણા આપશે તેવો ભાવ મંત્રીએ વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં બ્રેઇનડેડ થતા દર્દીઓના સ્વજનો, પરિવારજનોને અંગદાનની સમજ આપતી વેળાએ આ કક્ષ એક સકારાત્મક વાતાવરણ ઉભી કરીને માનસપટલ પર સકારાત્મક અસરો […]

અમદાવાદઃ નાના રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સ ચોરી કરનારા કરદાતાઓને IT ની નોટિસ

અમદાવાદઃ ગુજરાતમાં કરચોરી શોધી કાઢવા માટે આવકવેરા વિભાગ દ્વારા કવયાત કરવામાં આવી રહી છે. દરમિયાન કેટલાક કહેવાતા રાજકીય પક્ષોને દાન આપીને ટેક્સની ચોરી કરવામાં આવતી હોવાનો આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે. જેથી કહેવાતા રાજકીય પક્ષોને દાન આપનારા કરદાતાઓને નોટિક ફટકારી હતી. આવકવેરા વિભાગની કાર્યવાહીથી કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ ઇન્ક્મટેક્સ વિભાગે […]

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code