ગુજરાતઃ ગરમીમાં આંશિક રાહતની આગાહી, આકાશમાં વાદળો છવાયાં
- 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે ઉતર્યો
- અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળ્યો
- તાપમાન હજુ 1થી 2 ડિગ્રી સુધી ઘટનો અંદાજ
- અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળો વધારે આકરો બન્યો છે. જો કે, વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અ રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં તાપમાનનો પારો ઘટ્યો છે. દરમિયાન આજે સવારથી બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો છવાયાં હતા. જેથી લોકોને કાળઝરમી ગરમીમાં રાહત મળી હતી. આગમી બે દિવસ વાતાવરણ આવુ જ રહેવાની શકયતા છે. જો કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શકયતા છે. રાજ્યમાં વાતાવરણમાં અચાનક આપેલા પલટાને પગલે લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી હતી.
રાજ્યના અનેક સ્થળોએ કાળઝાળ ગરમીમાંથી ગઈકાલે રાહત જોવા મળી હતી. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે રહ્યો હતો. જેમાં પાટણમાં 39.8 ડિગ્રી, રાજકોટ અને ભાવનગરમાં 39.5 ડિગ્રી, અમરેલીમાં 39.4 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 41. 5 ડિગ્રી, તો ગાંધીનગરમાં 41.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. અમદાવાદમાં હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં પશ્ચિમી પવન ફૂંકાતા 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, તો રાજ્યમાં અરબ સાગર પરના પવન ફૂંકાતા આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે.