ટ્રમ્પની ભારત નીતિની અમેરિકી નિષ્ણાતની તીવ્ર ટીકા
નવી દિલ્હીઃ શિકાગો યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર અને અગ્રણી આંતરરાષ્ટ્રીય સંબંધોના નિષ્ણાત જોન મિયરશેઇમરે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત નીતિને ‘મોટી ભૂલ’ ગણાવી છે. ‘ડેનિયલ ડેવિસ ડીપ ડાઇવ’ પોડકાસ્ટમાં તેમણે કહ્યું કે રશિયાથી તેલ આયાત માટે ભારત પર ગૌણ ટેરિફ લાદવો એ માત્ર બિનઅસરકારક નથી, પરંતુ તે ભારત સાથે અમેરિકાના ‘શાનદાર’ સંબંધોને ‘ઝેરી’ પણ બનાવી રહ્યું છે. […]