AMCના ઢોરવાડામાં પશુના મોતના મુદ્દે માલધારીઓએ ચઢાવી બાંયો, કોંગ્રેસે આપ્યો ટેકો
અમદાવાદ: શહેરમાં એએમસી સંચાલિત ઢોરવાડામાં પશુઓના મોતને મુદ્દે પશુપાલકોએ લડતના મંડાણ કર્યા છે. અને પશુપાલકોની લડતને કોંગ્રેસે પણ ટેકો આપતા રાજકારણ ગરમાયું છે. મ્યુનિ. સંચાલિત ઢોરવાડામાં પશુઓના મોતમાં જવાબદાર મ્યુનિ.ના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ સહિત પગલાં લેવાની માલધારીઓ માગ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઢોરવાડામાં રોજની 20થી વધુ ગાયોના મૃત્યુ થઇ રહ્યા હોવાના […]