ગાંધીનગરના એક ફ્લેટ્સના ભોંયરામાં કોઈ કાર મુકી ગયું, તપાસ કરતા હથિયારો અને કારતૂસ મળ્યાં
ગાંધીનગરઃ શહેરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટના પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર બંદૂકના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર […]