નિમિષા પ્રિયાના કેસમાં સરકાર તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છેઃ વિદેશ મંત્રાલય
નવી દિલ્હીઃ વિદેશ મંત્રાલયે કહ્યું કે યમનમાં નિમિષા પ્રિયાનો કેસ સંવેદનશીલ છે. ભારત સરકાર આ મામલે તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. આજે નવી દિલ્હીમાં, મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકારે એક વકીલની પણ નિમણૂક કરી છે. સરકાર આ મુદ્દાને ઉકેલવા માટે સ્થાનિક અધિકારીઓ અને પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે. […]