પશ્ચિમ બંગાળમાં વધુ એક BLOનો આપઘાત: સતત વધતા કામના ભારણે લીધો જીવ
કોલકાતા, 29 જાન્યુઆરી 2025: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ હેઠળ દબાયેલા વધુ એક બૂથ લેવલ ઓફિસર (BLO) એ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. બાંકુરા જિલ્લાના રાનીબાંધ વિધાનસભા વિસ્તારમાં એક પ્રાથમિક શાળાના આચાર્ય અને BLO તરીકે કાર્યરત શિક્ષકે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. […]


