1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં PM આવાસ યોજનામાં ભાડે અપાયેલા 85 મકાનોને સીલ મરાયાં, 271 ધારકોને નોટિસ

ભાવનગરઃ રાજ્યના મહાનગરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણા લોકોએ મકાનનો કબજો લઈને મકાનોને ભાડે આપી દીધા છે. આથી ભાડે આપેલા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરના  સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક મકાનો ભાડે આપી આવક યોજના બનાવી દેતા […]

ભાવનગરમાં દબાણ હટાવ ઝૂંબેશ, શહેરના શેલારશા રોડ પર અનેક દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરના જાહેર રસ્તાઓ પર વર્ષોથી બેરોકટોક અનેક દબાણો થયેલા છે. મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના અલકા ટોકીઝથી શેલારશા રોડ પરના અનેક ગેરકાયદેસર દુકાનો, લારીઓ, કેબીનો ઓટલાઓ સહિતના દબાણો દુર કરાયા હતા,  મ્યુનિ. કમિશનર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહીના પગલે દબાણ […]

ભાવનગરને રેલવે દ્વારા કરાતો અન્યાય, લાંબા અંતરની ટ્રેનોનો લાભ મળતો નથી

ભાવનગરઃ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી. ચેમ્બર્સ દ્વારા પણ અગાઉ આ અંગે રજુઆત કરવામાં આવી હતી. ભાવનગર- સુરેન્દ્રનગર વચ્ચે  બ્રોડગેજ મળ્યાને 20 વર્ષનો સમયગાળો થઇ ગયો હોવા છતા ભાવનગરને દેશના મહત્વના શહેરો સાથે સાંકળતી લાંબા અંતરની ટ્રેનો ફાળવવામાં આવી નથી. તેમજ બોટાદ-અમદાવાદ વચ્ચેની બ્રોડગેજ લાઇન […]

ભાવનગરના તળાજા વિસ્તારમાં દીપડાની વસતીમાં વધારા બાદ હવે સિંહ પરિવારે અડ્ડો જમાવ્યો

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડા વારંવાર સીમના રખડું તથા પાલતુ ઢોરનો શિકાર કરી નાસી જવાના બનાવો વધી ગયા છે. ઉપરાંત હવે આ વિસ્તારમાં સિંહ પરિવારે પણ વસવાટ શરૂ કર્યો છે. તાજેતરમાં કોદીયા ગામની સીમમાં સિંહે ઢોરનું માલણ કર્યું હતું, તેમજ તળાજા નજીક કામરોળ ગામની સીમમાં સિંહની અવર-જવર નો વિડીયો પણ  વાયરલ થયો […]

ભાવનગરમાં મ્યુનિ.દ્વારા ઘોઘા સર્કલ સહિત વિસ્તારોમાં રોડ પરના ગેરકાયદે દબાણો દુર કરાયા

ભાવનગરઃ શહેરમાં રોડની ફુટપાથ પર લારી-ગલ્લા સહિત અને દબાણો ખડકાયેલા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણો હટાવ્યા બાદ ફરીવાર દબાણો થઈ જતાં હોય છે. ત્યારે ફુટપાથ પરના લારી-ગલ્લા તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણો તથા મ્યુનિ.ની માલીકી જમીનોમાં કરાયેલા દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શનિ-રવિવારના રજાના દિવસે પણ ઘોઘાસર્કલ, રૂપાણી, સરદારનગર સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ […]

ભાવનગરમાં ડુંગળીનું મબલત ઉત્પાદનઃ માર્કેટ યાર્ડમાં જંગી આવક

ડુંગળીના યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતો ચિંતિત ગયા વર્ષની સરખામણીએ ખુબ ઓછી રકમ મળી રહી છે ભાવ વધારો કરવાની ખેડૂતોની માંગણી અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે અને ભાવનગરની ડુંગળીની દેશના વિવિધ રાજ્યોમાં ભારે માંગ રહે છે. દરમિયાન ભાવનગરનું માર્કેટયાર્ડમાં ડુંગળીની વ્યાપક આવક થઈ રહી છે. જો કે, ગયા વર્ષની સરખામણીએ ચાલુ […]

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલો રોડ પર દોડી આવતા કારનો અકસ્માત, યુવાનું મોત

ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થતો નથી. રખડતા ઢોર શહેરના મુખ્ય માર્ગો પર અઢ્ઢો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે. તાજેતરમાં રખડતા ઢોરે યુવાનનો ભોગ લીધો હતો. શહેર નજીક ત્રાપજ બંગલા પાસે એક યુવાન કાર લઇને જઇ રહ્યો હતો ત્યારે વચ્ચે આખલો આવી જતા કારનો અકસ્માત થયો હતો […]

ભાવનગર અને કંડલા બાદ જામનગરમાં આવકવેરાના દરોડા, ફાઈલો, લેપટોપ, દસ્તાવેજો જપ્ત કરાયા

અમદાવાદઃ ગુજરાતમાં આવક વેરા વિભાગ દ્વારા ટેક્સચોરી કરનારા સામે સર્ચ હાથ ધરાયું છે. જેમાં ભાવનગરમાં વહેલી સવારે આયકર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને લોકલ પોલીસની ટીમને સાથે રાખી અલગ અલગ ટીમો સાથે શહેરના કુંભારવાડા, મોતીતળાવ, વીઆઈપી, ચિત્રા, નવાપરા, શિશુવિહાર તથા સાંઢીયાવાડ સહિતના વિસ્તારોમાં આવેલી વિવિધ વ્યવસાયી પેઢીઓના સરકારી હિસાબ-કિતાબની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. […]

ભાવનગરના ભાલ પંથકના ગામડાંમાં તંત્રના પાપે છેલ્લા સાત દિવસથી પાણી મળ્યુ નથી

ભાવનગરઃ ગોહિલવાડ વિસ્તારના ભાલ પંથકના ગામડાંઓને પાઈપલાઈનથી અપાતા પાણી પર જ આધાર રાખવો પડે છે, ત્યારે અનેક ગામોમાં હજી શિયાળાનો મધ્યમા છે, ત્યાં પાણીની તંગીની બૂમ ઉઠી છે. કાના તળાવ, મીઠાપર, રાજગઢ, ગણેશગઢ, સનેસ, માઢીયા, કાળા તળાવ સહિતના ગામોમાં અનિયમિત પાણી મળી રહ્યું છે. કેટલાક ગામોમાં તો છેલ્લા સાત દિવસથી પાણી આવ્યું નથી. આમાં અમુક […]

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને પુરતી દવાઓ મળતી ન હોવાથી બહારથી લાવવી પડે છે

ભાવનગરઃ શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પુરતી દવાઓ આપવામાં આવતી ન હોવાથી બહારથી ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. હોસ્પિટલને સરકાર દ્વારા દર વર્ષે 15 કરોડની ગ્રાંટ આપતી હોવા છતાં મોટાભાગના દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે. મેડિકલ સ્ટોર સાથેની સાંઠગાંઠને કારણે ચોક્કસ મેડિકલમાંથી મળતી દવાઓ જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code