1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં રખડતા પશુઓનો રોડ પર ઠેર ઠેર ત્રાસ, મ્યુનિ.ના સત્તાધિશોની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ

ભાવનગરઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ તો હવે કાયમી બની ગયો છે.જેમાં ચોમાસા દરમિયાન તો શહેરના તમામ રોડ પર પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રોડ પર બેઠેલા પશુઓને લીધે વાહનચાલકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રખડતા ઢોરને પકડવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરના રૂંધાયેલા વિકાસ અને રખડતા ઢોરને કારણે ભાવનગર શહેર […]

ભાવનગરમાં રખડતા પશુઓનો ત્રાસ, વાહનચાલકોને મુશ્કેલી, મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર નિષ્ક્રિય

ભાવનગરઃ શહેરના કોઈપણ જાહેર માર્ગો પર રખડતા પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે.શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરીને બેકાબૂ બનતી હોય છે. શહેરમાં રખડતા ઢોરને લીધે અકસ્માતોના પણ અનેક બનાવો બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ રખડતા ઢોરને પકડવા માટે તદ્દન નિષ્ક્રય જોવા મળી રહ્યા છે. જાહેર માર્ગો પર ઠેર ઠેર પશુઓ […]

ભાવનગરના પીલ ગાર્ડનમાં સિક્યુરિટી જવાન ઉંઘતો રહ્યો અને પક્ષીઘરમાંથી 40 કબુતરો કોઈ ઉઠાવી ગયું

ભાવનગરઃ  શહેરના સૌથી જુના અને  કરોડોના ખર્ચે નવીનીકરણ કરાયેલા પીલગાર્ડનમામ આવેલા પક્ષી ઘરમાથી અજાણ્યા શખસો 40 જેટલા કબુતરોની ચોરી કરી ફરાર થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે આ અંગે પીલગાર્ડનના સિક્યુરિટી ગાર્ડે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરની મધ્યમાં આવેલા પિલગાર્ડનમાં પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. જેમાં […]

ભાવનગરમાં GST ટીમનું ચેકિંગ, બીલ વગરની બે ટ્રક સાથેનો માલ-સામાન સીઝ કરાયો

ભાવનગરઃ શહેરમાં જીએસટી ચોરીનું રેકેટ પકડાયા બાદ હવે જીએસટીના અધિકારીઓ દ્વારા જીએસટી ચોરી સામે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. સાથોસાથ નાણાકીય વ્યવહારો પર પણ બાજ નઝર રાખવામાં આવી રહી છે. જે અંતર્ગત જીએસટીની ટીમે બોગસ બીલ સાથે અથવા બીલ વિના  માલ-સામાન લઈ જતી ટ્રકો સામે ઝૂંબેશ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન બે ટ્રકમાં માલ-સામાનના […]

શેત્રુંજી અને બોર તળાવ ભરાતા હવે ભાવનગરને ઉનાળા દરમિયાન પણ પાણીની સમસ્યા નહીં નડે

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં અષાઢના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. તેના લીધે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભાવનગર શહેરના પાણી પુરૂ પાડતો જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ તથા ગૌરીશંકર સરોવર યાને બોર તળાવની જળ સપાટીમાં વધારો થતા હવે ભાવનગર શહેરના આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો પુરવઠો જમા થઈ ગયો છે. એટલે કે આ વર્ષે […]

ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારના ગામડાઓમાં ST બસની સુવિધા ન મળતાં વિદ્યાર્થીઓનો હોબાળો

ભાવનગરઃ  જિલ્લાના ઘોઘા તાલુકાના અંતરિયાળ ગામોને એસટી બસની પુરતી સુવિધા ન મળતી હોવાની ફરિયાદો ઊઠી છે, અગાઉ પણ ગ્રામજનોને રજુઆતો કરી હતી. છતાં પણ તાલુકાના અંતરિયાળ ગામો પત્યે એસટી તંત્ર દ્વારા ઓરમાયુ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ગામડાંઓમાં શિક્ષણની પણ પુરતી સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ઘોઘા અને છેક ભાવનગર સુધી ભણવા માટે આવવું પડે છે, […]

ભાવનગરમાં CGSTના અધિકારીઓ પર હુમલા કેસના ચાર આરોપીની LCBએ કરી ધરપકડ

ભાવનગરઃ શહેરમાં સી- જીએસટીના અધિકારીઓ પર હુમલાનો બનાવ બનતા ગાંધીનગરથી આરોપીઓને ત્વરિત ઝડપી લેવા તાકિદ કરવામાં આવી હતી. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા મહેક એપાર્ટમેન્ટમાં ગત તા.13-7ના રોજ મહારાષ્ટ્રથી સીજીએસટીની ટીમ સ્થાનિક અધિકારીઓને સાથે લઈ સર્ચ માટે પહોંચી હતી. એ દરમિયાન ફલેટમાં રહેલા આરોપીઓએ અધિકારીઓને ધમકાવી ગેરવર્તણુંક કરી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે […]

ભાવનગરના શેત્રુંજીડેમમાં ઉપરવાસના વરસાદને લીધે ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી

ભાવનગરઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમ પૈકી બીજા ક્રમનો શેત્રુંજી ડેમ પાલીતાણા તાલુકામાં આવેલો છે. શેત્રુંજી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે 12,385 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમની સપાટી 24.10 ફૂટે પહોંચી છે. ડેમ 50 ટકાથી વધારે ભરાઈ ગયો છે. ગોહિલવાડમાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. […]

ભાવનગરમાં 41 હજારથી વધુ ડસ્ટબીન ધૂળ ખાય છે, પણ તંત્રને વિતરણ કરવાનો સમય મળતો નથી

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોની આળસને કારણે અનેક યોજનાઓ સફળ થતી નથી. મ્યુનિ. દ્વારા એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના અન્ય શહેરો કરતા આગળ ધપવા કાગળ પર પ્રયાસ કરે છે જ્યારે બીજી તરફ સ્વચ્છતા માટે અતિ આવશ્યક એવી ઘરે ઘરે આપવાની 41202 ડસ્ટબીનો ધુળ ખાય છે. જેને વિતરણ કરવાની તંત્ર દ્વારા ખાતરી અપાયા બાદ પણ એક મહિને […]

ભાવનગર જિલ્લાના બગદાણામાં સાત ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા, બગડ ડેમ ઓવરફ્લો

ભાવનગરઃ ગોહિલવાડમાં તળાજા, મહુવા અને ગારિયાધાર પર મેધરાજા મહેરબાન બન્યા હતા. જેમાં બગદાણા વિસ્તારમાં  7 ઇંચ ધોધમાર વરસાદ ખાબકી જતા બગડ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને પહેલા જ વરસાદે બગડ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા . ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા, અને ગારિયાધાર તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code