RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 5મી નવેમ્બરથી ભુજ ખાતે યોજાશે
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપ્રણાલી અનુસાર પ્રતિવર્ષ દિવાળી પર્વે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દેશના કોઈ એક સ્થાન પર યોજાતી હોય છે. જેના ભાગરૂપે આ બેઠક ગુજરાતના ભુજ ખાતે તા. 5થી 7મી નવેમ્બર સુધી યોજાશે. આ બેઠકમાં સંઘના કાર્યવિસ્તાર સહિતની બાબતો પર ચિંતન થશે. સંરસંઘચાલક ડો.મોહનજી ભાગવતજીનું તા. 31મી ઓક્ટોબરના રોજ ટ્રેન મારફતે ભુજમાં આગમન […]


