1. Home
  2. Tag "water"

ધોરાજીમાં નિયમિત પાણી નહીં મળતુ હોવાથી મહિલાઓ પાલિકાની કચેરીએ હંગામો મચાવ્યો

અમદાવાદઃ ગુજરાતના ઉનાળાના આરંભ સાથે જ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળો ઉપર પાણીની પોકાર ઉઠવા લાગી છે. દરમિયાન ધોરાજીમાં પાણી નિયમિત મળતું નહીં હોવાથી રણચંડી બનેલી મહિલાઓએ પાલિકાની ઓફિસમાં હંગામો મચાવ્યો હતો. બીજી તરફ મહિલાઓના ગુસ્સાને જોઈને ઉચ્ચ અધિકારીઓએ તેમને બચવા પ્રયાસો કર્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ધોરાજી નગરના વોર્ડ-5માં છેલ્લા પાંચેક દિવસથી પાણી નહીં આવતું હોવાની […]

નમામી ગંગે અભિયાન દેશના વિવિધ રાજ્યો માટે એક મોડેલ તરીકે ઉભરી આવ્યું: PM મોદી

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જલ-જન અભિયાન’માં વીડિયો સંદેશ દ્વારા સંબોધન આપ્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ બ્રહ્મા કુમારીઝ દ્વારા શરૂ કરવામાં આવેલા જલ જન અભિયાનના પ્રારંભમાં ભાગ લેવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પાસેથી શીખવા મળે તે હંમેશા વિશેષ અનુભવ છે. […]

ગુજરાતઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદા ડેમમાં ચોમાસા સુધી ચાલે એટલું પાણી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળાના ગરમીના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા મારફતે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાને હળવી કરવા માટે પાણી પુરુ પાડવામાં આવે છે. જો કે, ચોમાસામાં આવેલા સારા વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. રાજ્યમાં હવે ધીમે-ધીમે ગરમી વધી રહી […]

દેશમાં કોલસાના ખાણના પાણીથી નજીકના 900 ગામોના 18 લાખ લોકોને ફાયદો

નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયના નિર્દેશ મુજબ, કોલસા/લિગ્નાઈટ PSUs પીવાના અને સિંચાઈ જેવા સામુદાયિક ઉપયોગો માટે તેની અંદર આવતા વિસ્તારોમાં સપ્લાય કરીને ખાણના પાણીના સંરક્ષણ અને કાર્યક્ષમ ઉપયોગ માટે પગલાં લઈ રહ્યા છે. કાર્યરત ખાણોમાંથી છોડવામાં આવેલ ખાણનું પાણી તેમજ કોલસા/લિગ્નાઈટ PSUsની ત્યજી દેવાયેલી ખાણ ખાલી જગ્યાઓમાં ઉપલબ્ધ પાણીથી કોલસાના ખાણ વિસ્તારોની નજીકના લગભગ 900 ગામડાઓમાં […]

મકરસંક્રાંતિના દિવસે કરો આ જળ ઉપાય,તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

સનતાન ધર્મમાં મકરસંક્રાંતિ ઉજવવાની વિશેષ પરંપરા છે.એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે,ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે.મકરસંક્રાંતિના દિવસે તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.બીજી તરફ મકરસંક્રાંતિમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. આ સિવાય જે વ્યક્તિ આ દિવસે સ્નાન કરીને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે […]

ઉત્તર ગુજરાતઃ પેકેજ્ડ ડ્રિકિંગ વોટરના ઉત્પાદન યુનિટ પર ભારતીય માનક બ્યુરોના દરોડા

અમદાવાદઃ ગુજરાતમાં માર્કા વિનાના રમકડાં સહિતની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતમાં માર્ક વિનાના પેકેજિંગ પીવાનું પાણીનું વેચાણ કરતા એકમ ઉપર ભારતીય માનક બ્યુરોએ દરોડા પાડ્યાં હતા. ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના આઈએસઆઈ માર્ક વિનાના પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના […]

થોરિયાળી ડેમમાં અપુરતો પાણીનો જથ્થો, સાયલાને વખતપર જુથ યોજનાનું પાણી આપવા માગ

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના સાયલા પંથકમાં ઓછા વરસાદને લઇ ડેમમાં પાણી ન હોવાથી પીવાના પાણીની સમસ્યા ઉનાળાના આગમન પહેલા જ સર્જાવવાની શક્યતા છે. હાલ થોરિયાળી ડેમમાં 30 દિવસ જેટલું જ પાણી રહ્યું છે.આથી સરંપંચ અને ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી વખતપર જૂથ યોજના હેઠળ પાણી પૂરું પાડવા આવે તેવી માગ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. સાયલાના સરપંચ […]

રાજ્યના તમામ ઘરે પાણીના નળ કનેકશન આવી ગયાનો દાવો

અમદાવાદઃ દેશમાં તમામ લોકોને પીવાનું ચોખુ પાણી ઘરે જ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હર ઘર નલ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતમાં 100 ટકા હર ઘર જળ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને રાજ્યમાં 100 ટકા હર ઘર જળ રાજ્ય […]

બનાસકાંઠાના સરહદી તાલુકાના 22 ગામોને નર્મદાનું પાણી મળશે

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લાના ગામના ખેડૂતો અને લોકોને પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સરહદી જિલ્લાના 22 જેટલા ગામમમાં આગામી દિવસોમાં નર્મદાના પાણી પહોંચશે. જેથી આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ અને સુઇગામ તાલુકાના 22 જેટલા ગામોમાં હવે નર્મદાનું પાણી […]

લખતરમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડુતોને નુકશાન

સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકામાં  નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન વેંઠવાનો વારો આવ્યો છે. ભાસ્કરપરાથી વિઠ્ઠલાપુર, બજરંગપુરા તરફ જતી નર્મદા મેઇન કેનાલમાં ભાસ્કરપરા પાસે કેનાલ પર ગેટ મુકેલ છે. સ્થાનિકોને જાણ કર્યા વગર નર્મદા કેનાલનો ગેટ ખોલી નખાતા કેનાલ છલકાઇ હોવાનો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. કેનાલ ઓવરફ્લો થતા હજારો વીઘા જમીન તથા અમદાવાદ-સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code