પીએમ મોદીએ મો. બિન સલમાનને ભારત આવવાનું આમંત્રણ આપ્યું
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય દિવસ પહેલા ક્રાઉન પ્રિન્સ (યુવરાજ) મોહમ્મદ બિન સલમાનને અભિનંદન પાઠવ્યા છે અને તેમને ટૂંક સમયમાં ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.સાઉદીમાં ભારતીય દૂતાવાસ દ્વારા એક વિજ્ઞાપનમાં આ માહિતી આપવામાં આવી છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, વિદેશ મંત્રી એસ.જયશંકર ટોચના નેતૃત્વને મળ્યા હતા અને રાજકીય, વેપાર, ઉર્જા, સંરક્ષણ અને સુરક્ષા […]