1. Home
  2. Tag "BJP"

ડબલ એન ઈફેક્ટ સાથે પીએમ મોદીના આગામી પાંચ વર્ષ નહીં હોય આસાન, જાણો ક્યાં પડકારોનો કરવો પડશે સામનો?

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીની આગેવાનીમાં એનડીએને 400થી વધારે બેઠકો મળી શકી નહીં. ઈન્ડિયા ગઠબંધને હાલની ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો છે અને પોતાના લક્ષ્ય 295ની નજીક પહોંચ્યુ છે. કેન્દ્રમાં એનડીએની સરકાર બનવાની છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકાર બનાવશે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આગામી પાંચ વર્ષ સરકાર ચલાવવી મોટો પડકાર હશે. ગઠબંધનની સરકાર ચલાવવી […]

નરેન્દ્ર મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે!

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (5 જૂન, 2024) બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ની બેઠક બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન પીએમ મોદી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિ મુર્મુને સોંપી શકે છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, NDA સાંસદોની બેઠક શુક્રવારે બપોરે 2.30 વાગ્યે સંસદભવનમાં […]

ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે: PM મોદી

લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા. જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું. સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ અને ‘જય જગન્નાથ’થી કરી. PM મોદીએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિજય માટે દેશવાસીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ત્રીજી ટર્મમાં દેશ મોટા નિર્ણયોનો નવો અધ્યાય લખશે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આજનો […]

અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી

લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને […]

એનડીએની આવતીકાલે દિલ્હીમાં યોજાશે મીટીંગ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. આ પરિણામમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળી નથી. જો કે, ભાજપાની આગેવાની હેઠળની એનડીએ ફરીથી સત્તા બનાવી રહી છે. બીજી તરફ ઈન્ડિ ગઠબંધન પણ 230 બેઠકો મેળવી તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. દરમિયાન આવતીકાલે એનડીએની બેઠક બોલવામાં આવી હોવાનું જાણવા મળે છે. દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી […]

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છતાં ઉત્તરપ્રદેશમાં ભાજપની જીતની બાજી વિખાવાના પાંચ કારણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો જણાવે છે કે એનડીએને સૌથી વધુ નુકશાન ઉત્તર પ્રદેશમાં થયું. જ્યાં બેઠકો વધવાની વાત તો દૂર રહહી, પોતાની 2019ની મળેલી બેઠકો પણ ભાજપ જાળવી શક્યું નથી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને કારણે ભાજપને ખરાખરીનો ચૂંટણી જંગ ખેલવો પડયો. યુપીમાં ભાજપનો ખેલ બગડવાના પાંચ કારણોની મુખ્ય ચર્ચા છે. ઉમેદવારોની પસંદગી- ચૂંટણીની […]

ચૂંટણીના પરિણામોના વલણને પગલે ભાજપામાં મંથન શરૂ, નડ્ડાના ઘરે અમિત શાહ અને રાજનાથ સિંહ પહોંચ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. એનડીએ ફરી એકવાર સત્તામાં આવી રહી છે પરંતુ આ ચૂંટણીમાં ભાજપામાં ધોવાણ થયું છે અને એકલા હાથ સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેથી ભાજપના નેતાઓએ ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નિવાસસ્થાને સિનિયર નેતાઓની બેઠક મળી હતી. તેમજ પરિસ્થિતિ અંગે મંથન શરુ કરવામાં […]

સત્તા સુધી પહોંચવાની કૉંગ્રેસને આશા! નીતિશ અને નાયડુ સાથે કરશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પર મંગળવારે તમામ રાજકીય પક્ષોની નજરો મંડાયેલી છે. મતગણતરી ચાલુ છે. કોની સરકાર સત્તામાં આવશે, તેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ જશે. ચૂંટણી પંચના શરૂઆતના ટ્રેન્ડ્સ પર ધ્યાન આપીએ, તો ભાજપનું પલ઼ડું ભારે દેખાય રહ્યું છે. કોંગ્રેસ નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધન પણ સતત  ટક્કર આપી રહ્યું છે. બિહાર અને આંધ્રપ્રદેશમાં રાજકીય […]

ઈન્દોર બેઠક ઉપર ભાજપ બાદ સૌથી વધારે વોટ નોટામાં પડ્યાં, નોટામાં 1.18 લાખ મત પડ્યાં

ભોપાલઃ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણીના મતની ગણતરી ચાલી રહી છે. હાલની સ્થિતિએ મધ્યપ્રદેશમાં ભાજપ આગળ જોવા મળી રહી છે. જો કે, ઈન્દોર બેઠક ઉપર કંઈક અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર 7 લાખથી વધારે બેઠકો ઉપર આગળ છે. જો કે, અહીં ભાજપ અને નોટા વચ્ચે હરીફાઈ હોવાનું લાગી રહ્યું છે. […]

વિપક્ષના ઈડી, સીબીઆઈના દુરુપયોગના દાવાને જનતાનું પણ સમર્થન, 2024ના પરિણામોમાં ભાજપને આંચકો!

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની મતગણતરીમાં અત્યાર સુધીમાં આશ્ચર્યચકિત કરનારા પરિણામો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના પરિણામોમાં 400ના આંકડાને સ્પર્શી રહેલું ભાજપ હાલ ઘણું પાછળ દેખાય રહ્યું છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન જેવા ઘમાં રાજ્યોમાં ભાજપને આંચકો લાગ્યો છે. પ્રારંભિક મતગણતરીમાં અહીં ભાજપના ઉમેદવાર પાછળ રહ્યા છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તરપ્રદેશમાં ભાજપને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code