1. Home
  2. Tag "Breaking News Gujarati"

અમદાવાદના થલતેજમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને રૂપિયા 9.20 લાખની ચોરી

NRI પરિવાર પેલેડીયમ મોલમાં ખરીદી કરવા ગયો અને કારમાં ચોરી થઈ અમેરિકા રહેતો પરિવાર લગ્નમાં અમદાવાદ આવ્યો હતો પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એસજી  હાઇવે પર પેલેડિયમ મોલ નજીક સર્વિસ રોડ પર પાર્ક કરેલી કારના કાચ તોડીને 9.20 લાખની મત્તાની ચોરીનો બનાવ બન્યો છે. અમેરિકા રહેતા એનઆરઆઈ […]

અસલાલીથી જેતલપુર હાઈવે પર કાર રેલિંગ સાથે અથડાતા કારચાલકનું મોત, 3ને ઈજા

નિકાહમાં ભાગ લીધા બાદ યુવાનો કાર લઈને ખેડા હાઈવે પર નાસ્તો કરવા નિકળ્યા હતા કારનું ટાયર ફાટતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે અસલાલી-જેતપુર હાઈવે પર જેતુર નજીક એક સ્કૂલ પાસે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા કારચાલકે […]

મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે 1.11 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડ્યો

પેકીંગ મટીરીયલ્સ પાછળ સિગારેટના 99 મોટા બોકસ છુપાવ્યા હતાં કસ્ટમના અધિકારીઓએ કન્ટેનરની તપાસ દરમિયાન શંકાસ્પદ પેકિંગ મળી આવ્યું, કસ્ટમ વિભાગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ભૂજઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર કસ્ટમ વિભાગે 1.11 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લીધો છે. કસ્ટમ અધિકારીઓની કાર્યવાહીમાં પેકિંગ મટિરિયલ્સ પાછળ સિગારેટના 99 મોટા બોક્સ છુપાવીને જથ્થો […]

બનાસકાંઠામાં ખેડૂતો માટે 5158 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવાયો

રવિ સીઝન ટાણે જ રાસાયણિક ખાતરની તંત્રીથી ખેડૂતોમાં વિરોધ ઊઠ્યો હતો ડીસા રેક પોઈન્ટ પર ઇફકોનું 3158 મેટ્રિક ટન, IPLનું 2000 મેટ્રિક ટન યુરિયા ઉતારાયુ કૃષિ વિભાગે ખેડૂતોને યુરિયાના અતિરિક્ત સંગ્રહથી દૂર રહેવાની સલાહ આપી પાલનપુરઃ બનાસકાંઠામાં રવિ સીઝનના ટાણે જ રાસાયણિક ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. ખાતર વિતરણ કેન્દ્રો પર સવારથી […]

સુરેન્દ્રનગરમાં 2161 વાહનચાલકો ઈ-મેમોનો દંડ ભરતા નથી, હવે 13મીએ લોક અદાલત

પોલીસની નેત્રમની ટીમે સીસીટીવીના આધારે ટ્રાફિક ભંગ કરનારાને ઈ-મેમો આપ્યો હતો, 759 વાહનચાલકો ચાલુ વાહને મોબાઇલમાં વાત કરતા પકડાયા હતા 13મી યોજાનારી લોક અદાલતમાં 2161 વાહનચાલકોને હાજર રહેવા જણાવાયુ સુરેન્દ્રનગરઃ શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. શહેરના મુખ્ય રસ્તાઓને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. અને પોલીસની નેત્રમની ટીમ કંટ્રોલ રૂમમાંથી ટ્રાફિક […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો. 9થી 12માં 22મી ડિસેમ્બરથી એકમ કસોટી લેવાશે

ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી દરેક વિષયની 25-25 ગુણની રહેશે એકમ કસોટીમાં 15મી, ડિસેમ્બર સુધીના અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે એકમ કસોટી માટે શિક્ષણ બોર્ડ દ્વારા પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવશે ગાંધીનગરઃ  રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓની એકમ કસોટી આગામી તારીખ 22મીથી 31મી, ડિસેમ્બર દરમિયાન લેવાશે. એકમ કસોટી દરેક વિષયની […]

રાજકોટમાં અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાશે

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 45000 વારથી વધુ જગ્યા ફાળવાઈ ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટર બનાવી દેવાશે કન્વેનશન સેન્ટરથી સૌરાષ્ટ્રના ઉદ્યોગોને લાભ મળશે રાજકોટઃ શહેરના અટલ સરોવર નજીક કરોડોના ખર્ચે કન્વેનશન સેન્ટર બનાવાની રાજ્ય સરકારે મંજુરીની મહોર મારી દીધી છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 45000 વારથી વધુ જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટરનું કામ પૂર્ણ […]

ATMમાં લોકોને મદદ કરવાના બહાને કાર્ડ બદલીને ઠગાઈ કરતો રિઢો આરોપી પકડાયો

આરોપીએ વડોદરા, ભરૂચ, ડાકોર અને સુરતમાં ઠગાઈ કરી હતી આરોપી સામે 39 જેટલા ગુના નોંધાયેલા છે આરોપી પાસેથી 10થી વધુ એટીએમ કાર્ડ મળી આવ્યા વડોદરાઃ આજના કોમ્પ્યુટર યુગમાં ઘણાબધા લોકો બેન્કના એટીએમમાંથી પૈસા કાઢવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. ખાસ કરીને કેટલાક  સિનિયર સિટિઝન્સ એટીએમમાંથી કાર્ડ દ્વારા કેવી રીતે રૂપિયા કાઢવા તેની ખબર પડતી ન હોવાથી […]

ગુજરાતમાં સોમવારે ઈન્ડિગોની 44થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદમાં 44 રાજકોટમાં-4, સુરતમાં -3, અને વડોદરામાં-1 ફલાઈટ કેન્સલ થઈ, પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવાતા રાહત, એરપોર્ટ પર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર શરૂ કરાયું અમદાવાદઃ દેશભરમાં ઈન્ડિગો એરલાઈન્સના ધાંધિયા ચાલી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે 6ઠ્ઠા દિવસે પણ સવારે 9 વાગ્યા સુધીમાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. જ્યારે  અમદાવાદ એરપોર્ટની […]

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 1700 કરોડથી વધુની ખાદી ઉત્પાદનોનું વેચાણ

ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બન્યું ખાદી વર્ષ 2024-25માં અંદાજે રૂ. 683 કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ થયુ ખાદીના વધતા વેચાણને લીધે ગ્રામીણ કારીગરોને રોજગારી મળી ગાંધીનગરઃ ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એટલે ‘ખાદી’. રાજ્યમાં ખાદીને પ્રોત્સાહન આપવા ગુજરાત રાજયની સ્થાપનાથી ‘ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ’ની રચના એક વૈધાનિક બોર્ડ તરીકે કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code