અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે કાર અને જેસીબી વચ્ચે સર્જાયો અકસ્માત, મહિલાનું મોત
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં લીંબડી નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી નજીક ઇકો કાર અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ચાર જેટલા વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. […]