1. Home
  2. Tag "caught"

અમદાવાદમાં સરખેજ નજીક એક કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ પકડાયું

કારના ટાયરમાં ડ્રગ્સ છૂપાવ્યું હતુ, પોલીસે ટાયર ખોલી ટ્યુબ બહાર કાઢી ટાયરમાં હાથ નાંખતા જ ડ્રગ્સના બે પેકેટ મળ્યા, શહેર ક્રાઈમ બ્રાન્ચે બે શખસોની કરી ધરપકડ અમદાવાદઃ શહેરમાંથી ડ્રગ્સ સહિત નશાકારક વસ્તુઓ પકડવાનો સીલસિલો ચાલુ છે, બુટલેડરો કે ડ્રગ્સના માફિયાઓ ડ્રગ્સનો જથ્થો ઘૂંસાડવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. તાજેતરમાં શહેરના વટવા વિસ્તારમાં ઓડીસાથી ટ્રકમાં […]

અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર CISFની વર્દીમાં નકલી જવાન પકડાયો

મિત્રો પર રોફ જમાવવા માટે બિહારી યુવાને CISFની વર્દી પહેરી, વાયુસેનામાં નોકરી અપાવવાના બહાને મિત્રોને એરપોર્ટ લઈ ગયો, CISFના અસલી જવાને નકલીને પકડ્યો અમદાવાદઃ શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર CIFSના યુનિફોર્મમાં બિહારનો એક યુવક એપ્રોચ રોડ સુધી પહોંચી ગયો હતો. બોગસ CISFના કર્મી બનીને પહોચેલા યુવકની પોલ પેટ્રોલીંગ માટે નીકળેલા CISFના કોન્સ્ટેબલે ખોલી દીધી છે. […]

રાજકોટમાં વીજળી ચોરી સામે દરોડા, બે દિવસમાં રૂપિયા 41.78 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીને કારણે લાઈન લોસ વધી રહ્યો છે. આથી પીજીવીસીએલની ટીમે છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ચેકિંગ ઝૂબેશ આદરી છે. છેલ્લા બે દિવસમાં 41.78 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCLના અધિકારીઓએ શહેરના 3 સબ વીજ ડિવિઝનમાં ચેકિંગ બાદ બીજા દિવસે કોઠારીયા રોડ અને મોરબી રોડ પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં […]

અમદાવાદના થલતેજમાં ક્રિકેટ સટ્ટાનું 21 કરોડનું કૌભાંડ પકડાયુ, 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગલોઝ ખાતેના એક બંગલામાં પોલીસે રેડ પાડીને ક્રિકેટ સટ્ટાનું મોટું રેકેટ પકડી પાડ્યુ હતુ. સીઆઈડી ક્રાઈમે શ્રીલંકા પ્રીમિયર લીગની ટી-20 મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા બુકીની ધરપકડ કરી હતી. બુકી પાસેના 19 મોબાઈલમાંથી 6 એપ્લિકેશન મળી આવી હતી. જેમાંથી રૂ.21.30 કરોડના સટ્ટાના હિસાબ પકડાયા હતા. આ બુકીના મોબાઈલ ફોનમાંથી […]

સુરતમાં પોલીસને જોઈ બે શખસો બેગ અને બાઈક મુકી ભાગ્યા, બેગમાંથી એક કરોડનું ડ્રગ્સ મળ્યું

સુરતઃ ગુજરાતમાં પોલીસની ધોંસ છતાંયે ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે. દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસ બાતમીને આધારે દરોડો પાડવા જઈ રહી હતી. ત્યાં જ બે યુવાનો પોલીસને જોઈને બેગ અને બાઈક અને સ્કુટર મુકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બેગની તલાસી લેતા એક કરોડની કિંમતનું એમડી […]

સુરતમાં નકલી જનસુવિધા કેન્દ્ર પકડાયું, માગો તે સરકારી ફેક દસ્તાવેજો બનાવી અપાતા હતા

સુરતઃ ગુજરાતમાં નકલી ચિજવસ્તુઓ, નકલી અધિકારીઓ અને નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ રહી છે. જેમાં નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓની તો બોલબાલા છે. જ્યારે પીએમઓ, સીએમઓ, આઈટી, અને પોલીસના સ્વાંગમાં નકલી અધિકારીઓ અગાઉ પકડાયા હતા. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડાયું છે. પુણાના મામલતદાર અને કાપોદ્રા પોલીસે રેડ પાડીને નકલી જન સુવિધા કેન્દ્ર ચલાવનાર […]

સુરતમાં મેડિકલ પ્રેક્ટીસ કરતા 3 મુન્નાભાઈ MBBS ઝડપાયાં

અમદાવાદઃ ગુજરાતમાં બોગસ તબીબોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતની રાજધાની ગણાતા સુરતમાંથી ડિગ્રી વિને મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ તબીબો અગાઉ વિવિધ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. જ્યાંથી મેડિકલને લઈને માહિતી મેળવી લીધા બાદ નાણા કમાવી લેવાની લ્હાયમાં જાતે […]

અમદાવાદમાં કૃષ્ણનગર ST ડેપોમાંથી બસ ઉઠાવીને ભાગેલો નશાબાજ ચોર દહેગામ નજીકથી પકડાયો

અમદાવાદઃ શહેરના કૃષ્ણનગર એસટી ડેપોમાંથી નશાબાજ શખસ  ST બસ હંકારીને બસ સાથે જ નાસી ગયો હતો. આ બનાવની પોલીસને જાણ કરાતા નરોડા પોલીસે અગલ અલગ ટીમો બનાવી સીસીટીવીના કૂટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી. દરમિયાન દહેગામ તરફ એસટી બસ જતી હોવાની માહિતી મળતા લોકોશન ટ્રેક કરીને પોલીસે દહેગામના કનીપુર પાસેથી એસટી બસને આરોપી સાથે પકડી […]

રાજકોટમાં મોરબી રોડ અને આજી વિસ્તારમાં PGVCLના દરોડા, 18.21 લાખની વીજચોરી પકડાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીનું વધુ દુષણ જોવા મળી રહ્યું છે. અને તેથી પીજીવીસીએલને લાઈન લોસ વધી રહ્યો છે. આથી દિવાળી બાદ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરીવાર ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરના સીટી સર્કલ ડિવિઝન-1 હેઠળ મોરબી રોડ અને આજી-1, 2 તેમજ ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ-અલગ 30 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં […]

રાજકોટમાં મ્યુનિ.ના આરોગ્ય વિભાગના દરોડા, 2000 કિલો ભેળસેળવાળો મુખવાસ પકડાયો

રાજકોટઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પનીર, ઘી, મીઠાઈઓમાં ભેળસેળ પકડાઈ હતી. તાજેતરમાં પાલનપુર અને ડીસામાં ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી, રાજ્યના તમામ શહેરોમાં ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડો પાડીને 2000 કિલો મુખવાસનો ભેળસેળવાળો જથ્થો પકડી પાડ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code