1. Home
  2. Tag "celebration"

દેશમાં આજે વસંત પંચમીની ધાર્મિક માહોલમાં ઉજવણી

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં આજે વસંત પંચમીની ભક્તિ, આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. માઘ શુક્લ પંચમીના આ અવસરે જ્ઞાન, બુદ્ધિ અને જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વસંત પંચમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે માઘ માસની પંચમીના […]

ગુજરાતમાં લોકોમાં જાગૃતિ માટે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઊજવણીનો પ્રારંભ

ગાંધીનગરઃ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 31 જાન્યુઆરી-2024 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો […]

‘વર્લ્ડ બ્રેઈલ ડે’, લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા બ્રેઈલ ડેની ઊજવણી

નવી દિલ્હીઃ આજે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવી રહ્યો છે. બ્રેઈલ લિપિના આવિષ્કારક લુઈ બ્રેઈલના જન્મદિવસના ભાગરૂપે ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવામાં આવે છે. લુઈ બ્રેઈલનો જન્મ વર્ષ 1809માં થયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ શિક્ષા, સંચાર અને સામાજિક સમાવેશના ક્ષેત્રમાં લુઈ બ્રેઈલના યોગદાનને સમ્માન આપવા માટે દર વર્ષે 4 જાન્યુઆરીના રોજ ‘વર્લ્ડ બ્રેઈલ ડે’ ઊજવવાનો નિર્ણય કરવામાં […]

PM નરેન્દ્ર મોદીના ગુડ ગવર્નન્સના મંત્રએ ભારતને વૈશ્વિક ઓળખ અપાવી છેઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસ સ્થાને  પૂર્વ વડાપ્રધાન  અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે ગુડ ગવર્નન્સ ડે–2023 આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કરી ગુજરાત અને દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના છેલ્લા 20 વર્ષથી વધુના કાર્યકાળમાં આગ વધી રહેલી વિકાસયાત્રાના પાયામાં જનકલ્યાણ અને સુસાશનની વિશેષ ભૂમિકા છે. મુખ્યમંત્રીએ […]

અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા સહિત વિદેશમાં ભારતીય પરિવારો દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઊજવણી

ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં […]

દેશમાં શહિદ દિવસની ઉજવણીઃ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને અપાઈ શ્રદ્ધાંજલી

અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર દેશમાં આજે 23મી માર્ચે શહિદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના મહાનુભાવોએ ભારતના સપુત ભગતસિંહજી, રાજગુરુજી અને સુખદેવજીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. India will always remember the sacrifice of Bhagat Singh, Sukhdev and Rajguru. These are greats who made an unparalleled contribution to our freedom struggle. pic.twitter.com/SZeSThDxUW […]

ટોરન્ટોમાં ભારત દિવસની ઉજવણી કરાઈ

નવી દિલ્હીઃ ટોરોન્ટોમાં યોજાયેલી પીડીએસી -2023 કોન્ફરન્સમાં મંગળવારે ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વિવેક ભારદ્વાજ, સેક્રેટરી, ખાણ મંત્રાલય, મંત્રાલયના વરિષ્ઠ અધિકારી, ભારતના કોન્સ્યુલ જનરલ, ટોરોન્ટો, કેનેડા અને કોલસા મંત્રાલય અને સીઆઈઆઈના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં સંભવિત રોકાણકારો, ખાણકામ નિષ્ણાતો અને ખનિજ સંશોધકો સામેલ રહ્યા. આ પ્રસંગે, ભારતીય અધિકારીઓએ […]

સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી

અમદાવાદઃ ગુજરાતના શુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં આજે મહાશિવરાત્રી પર્વની ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સોમનાથ દાદાના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. સમગ્ર વિસ્તાર હર હર મહાદેવ અને જય શોમનાથના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યું હતું. સોમનાથ દાદાના દર્શન માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતીની સમગ્ર વર્ષ થશે ઉજવણી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે સવારે 11 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતીની ઉજવણીના વર્ષભરના સમારોહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ, 12મી ફેબ્રુઆરી 1824ના રોજ થયો હતો, તેઓ એક સમાજ સુધારક હતા જેમણે 1875માં પ્રચલિત સામાજિક અસમાનતાઓનો સામનો કરવા […]

ચાંદોદમાં નર્મદાના કિનારે મહાઆરતી, ચૂંદડી મનોરથ સાથે નર્મદા મૈયાના પ્રાગટ્ય દિનની ઊજવણી

વડોદરાઃ નર્મદા મૈયાના પ્રાગટ્ય દિન નર્મદા જયંતીની યાત્રાધામ ચાંદોદ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પૂજન અર્ચન, મહા આરતી અને ચુંદડી મનોરથ સાથે ભક્તિસભર ઊજવણી કરાઈ હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાજી અનેર નામો ઓળખાય છે. નર્મદાના રેવા, સાંકરી, પુણ્ય સલીલા,પતિત પાવની, રુદ્ર દેહા જેવા વિવિધ નામોથી શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્રસ્થાને રહ્યા છે, મહા સુદ સાતમની તિથિ એટલે નર્મદાજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code