બહુચરાજીમાં ચૈત્રી પુનમનો પરંપરાગત લોકમેળો અને મંદિરમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે
મહેસાણાઃ ચૈત્ર મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્ર મહિનાના પ્રથમ નવ દિવસને ચૈત્રી નવરાત્રી કહેવામાં આવે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના પૂજન-અર્ચન અને આરાધનાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.ત્યારે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા બહુચરાજી ખાતે સંવત 2079 ચૈત્રી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંદિર પ્રક્ષાલન વિધી આજે ફાગણ વદ અમાસને મંગળવારે […]