1. Home
  2. Tag "CM patel"

ગુજરાતમાં નવી 162 સરકારી શાળા બનાવાશે

અમદાવાદઃ વિધાનસભામાં આજે સરકારે રાજ્યનું બજેટ રજુ કર્યું હતું. જેમાં તમામ ક્ષેત્રોને લઈને વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્યમાં આગામી એક વર્ષમાં નવી 162 સરકારી શાળાઓ બનાવવામાં આવશે. રાજ્યમાં વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યની અનેક ખાનગી […]

અમદાવાદમાં બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આવેલી સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત બે દિવસીય ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનો પ્રારંભ કરાવ્યો છે. આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશન પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ખેલેગા ઇન્ડિયા, જીતેગા ઇન્ડિયા,  ઓર આગે બઢેગા ઇન્ડિયા‘ના સૂત્રને ચરિતાર્થ કરવા આ ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે મુલાકાત બેઠક યોજી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેક રિપબ્લિકના વડાપ્રધાન પૈત્રા ફિયાલા સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. પૈત્રા ફિયાલા રાષ્ટ્ર અધ્યક્ષ હોવાના નાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – 2024માં ચીફ ગેસ્ટ તરીકે સહભાગી થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 2001 માં ગુજરાતે ભયંકર ભૂકંપનો માર વેઠ્યો હતો. ઉપરાંત પાણીની ભારે અછત પણ […]

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિ મંડળનું આગમન

અમદાવાદઃ ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના પ્રતિનિધિ મંડળનું આગમન થઈ રહ્યું છે. આ પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે પધારેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેકિન્ટો ન્યુસીનું અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર શહેરના […]

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 58 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા

દેશના ગ્રોથ એન્જિન અને વિકાસના રોલ મોડેલ ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં 7.12 લાખ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે 59 જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા 3.70 લાખ જેટલી પ્રત્યક્ષ […]

ભ્રષ્ટ્રાચાર સામેની જંગમાં ઢીલાશ નહીં મુકવા ભૂપેન્દ્ર પેટલે એસીબીના અધિકારીઓને કરી અપીલ

અમદાવાદઃ ACB અધિકારીઓની પ્રથમ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર સામે મક્કમતાથી જન આંદોલન ઉપાડ્યું છે. હવે દુનિયા આખીની નજર આજે ભારતમાં આવેલા બદલાવ અને વિકાસની ગતિ તરફ છે તેના મૂળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું સક્ષમ નેતૃત્વ અને સ્ટ્રોન્‍ગ પોલિટીકલ વિલ છે. મુખ્યમંત્રીએ ચિંતન શિબિરમાં […]

ધરોઇ ડેમની નેવું કિલોમીટર ત્રિજ્યામાં આકર્ષક ટુરિઝમ ડેસ્ટિનેશન બનશે

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે આ હેતુસર ધરોઇ ડેમને પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિ.મી ની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ […]

સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આપણો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો તથા મજબૂત અર્થવ્યવસ્થા વિકસિત ભારતનો આધાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપણા સાંસ્કૃતિક વારસા અને આપણી અર્થવ્યવસ્થાના પુન:જાગરણના સંવાહક છે. વર્ષ 2047માં આપણે જ્યારે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઉજવીએ ત્યારે ભારત વિકસિત દેશ હોય તે માટેનું દિશાદર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત યુનિવર્સિટી […]

ગાંધીનગરઃ સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં સ્ટાર્ટઅપ કોન્‍ક્લેવ-2023 પ્રિ-વાઇબ્રન્‍ટ ઇવેન્‍ટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ટેલેન્ટ પુલના સામર્થ્યને પ્રોત્સાહન આપી વિકસિત ભારત@2047નું લક્ષ્ય પાર પાડવા માટે સ્ટાર્ટઅપ ઇનોવેશન-નવાચારને અગ્રતા આપી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાને સ્ટાર્ટઅપ, સ્કિલ અને સ્પોર્ટ્સ એમ ‘થ્રી-એસ’ ના કોન્‍સેપ્ટથી યુવાશક્તિને […]

ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો

અમદાવાદઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં 30 ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code