1. Home
  2. Tag "Cmo"

અમદાવાદની 850 સ્કૂલોમાં NOCનો અભાવઃ વિદ્યાર્થીઓ અને સ્કૂલો સ્ટાફનું જીવન ભગવાન ભરોસે

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો સહિતના સંસ્થાઓ તથા બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવ બાબતે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ફાયર એનઓસી માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ સ્કૂલોને ફાયર સેફ્ટી માટે લેખીત અને મોખીક સુચના આપવા છતા અનેક સ્કૂલોએ ફાયર એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન આવી સ્કૂલોને ડીઈએઓએ ફાયર એનઓસી […]

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત, કોવિડમાં પોતાના પરિવારને ગુમાવનારા બાળકોને સરકાર આપશે આટલા રૂપિયા

આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીની જાહેરાત કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય સરકાર બાળકોને આપશે 10 લાખ રૂપિયા હેદરાબાદ : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ ગુરુવારે કોવિડ-19 ના કારણે માતા-પિતાને ગુમાવનાર બાળકોને સહાયતાના રૂપમાં 10 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે,આ યોજનાનો લાભ 18 વર્ષથી ઓછી વયના બાળકો, […]

વાવાઝોડા બાદ 9900 ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયોઃ હજુ 450 ગામોમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાને કારણે અનેક વીજ પોલ ધરાશાયી થયા હતા. સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને 9900 ગામમાં વીજ પુરવઠો પુન:કાર્યરત કરાયો છે, પણ અઠવાડિયાનો સમય વીતી ગયા પછી પણ 450 ગામમાં હજુ અંધારપટ છવાયેલો છે. હાલ વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલી રહ્યું છે. અને બને એટલી વહેલી ત્વરાએ 450 ગામોમાં વીજ પુરવઠો […]

કોરોનાના કેસ ઘટતા હવે એસટી બસ વ્યવહાર પુનઃ રાબેતા મુજબ બન્યો

રાજકોટઃ કોરોનાને લીધે તેમજ તાજેતરમાં સૌરાષ્ટ્ર પર ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાના કારણે એસ.ટી. બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. રાજકોટ એસ.ટી. ડેપોમાં પહેલા 180 રૂટ શરૂ હતા હવે વધારીને 250 રૂટની બસ શરૂ કરવામાં આવ્યા છે. વાવાઝોડાને કારણે જે રૂટ્સ બંધ કરાયા હતા તે પણ હવે રસ્તા કલીયર થઇ ગયા બાદ શરૂ કરવામાં આવ્યા છે. સાથે […]

નાળિયેરી, કેરી, આંબા સહિતના વૃક્ષોને પૂન: સ્થાપિત કરવા 193 કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતોને માર્ગદર્શન આપશે

ગાંધીનગરઃ તાઉ-તે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અને રાજુલા સહિત સાગરકાંઠા વિસ્તારને ભારે નુકસાન થયુ હતું. નાળિયેરી સહિત અનેક વૃક્ષો મુળમાં ઉખડીને જમીન દોસ્ત બન્યા છે. આવા વૃક્ષોને બચાવી શકાય કે કેમ તે અંગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને યોગ્ય માર્ગદર્શન આપશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાત  પર […]

લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરતા ફરતા પરિવારને અકસ્માત નડ્યોઃ ચારના મોત

પાલનપુરઃ  જિલ્લાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ […]

GST કરચોરોને પકડી પાડવા હવે ફાસ્ટટેગ ડેટાનો ઉપયોગ કરશેઃ કરચોરોમાં ફફડાટ

અમદાવાદઃ કરચોરીને રોકવા માટે જીએસટી વિભાગ બાજ નજર રાખી રહ્યુ છે. જીએસટી ડિપાર્ટમેન્ટે કરચોરી પકડવા તાજેતરમાં જીએસટી ઇ-વે બિલને વાહનના ફાસ્ટેગ સાથે જોડી દીધું છે. જેના કારણે વાહન જુદા જુદા ટોલટેક્સ અને ચેક પોસ્ટ પરથી પસાર થાય ત્યારે તેના પર નજર રાખી શકાય. આ ઉપરાંત વેપારીએ ખરેખર માલ મોકલ્યો છે કે નહીં તેની પણ ચકાસણી […]

ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઈઝ્ડ પ્રોગેશન અપાશેઃ CM રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકે રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી-કોલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ-પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે […]

સૌરાષ્ટ્રના વાવાઝોડાગ્રસ્ત ગામોમાં યુદ્ધના ધોરણે કરાતી કામગીરીઃ કેટલાક ગામોમાં પીવાનાપાણીની તંગી

અમરેલીઃ તાઉ-તે વાવાઝોડાની વિદાયના ત્રણ દિવસ બાદ પમ હજુ અમરેલી જિલ્લાની સ્થિતિ સુધરી નથી. વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન અમરેલી જિલ્લાને પહોંચાડ્યુ છે. રસ્તાઓ પર હજુ વૃક્ષો પડેલો જોવા મળી રહ્યા છે. ઘણા ગામોમાં પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળી રહી છે. કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયેલો છે. ગીર સોમનાથના ઉનામાં જ્યાં એક તરફ પીવા […]

મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે પોલીસનું ઓપરેશનઃ એન્કાઉન્ટમાં 13 નક્સલી ઠાર મરાયાં

મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસે નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ગઢચિરોલીમાં એક મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે. રાજ્ય પોલીસની સી-60 યુનિટ દ્વારા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓને ઠાર મરાયાં હતા. ગઢચિરોલી વન વિસ્તારના પટાપલ્લીમાં તેમના મૃતદેહ મળી આવ્યાં છે. ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે મોટી સફળતા છે. પોલીસ સાથેની અથડામણમાં અન્ય નક્સલવાદીઓના મોત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code