1. Home
  2. Tag "COngress"

ગુજરાત વિધાનસભામાં ભાજપની તાકાત વધી, વાવ બેઠક ઉપર કોંગ્રેસની હાર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરની જીત થતા તેમણે ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામુ આપ્યું હતું. જેથી ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક માટે તાજેતરમાં જ મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે વાવ બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર 1300 મતથી વિજ્યી થયા હતા. […]

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વિકારી

મુંબઈઃ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો ઉપર મતગણતરી હાથ ધરાઈ હતી. દરમિયાન 225 બેઠકો ઉપર મહાયુતિ આગળ ચાલી રહી છે જ્યારે મહા વિકાસ અઘાડી 50 જેટલી બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીતને પગલે ભાજપા, શિવસેના (શિંદે) અને એનસીપી(અજીત પવાર)માં જીતની ઉજવણી કરવામાં આવી રહી છે.  બીજી તરફ મહાવિકાસ અઘાડીમાં સન્નાટો છવાયો […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

મહારાષ્ટ્રમાં ભાજપાની આગેવાની હેઠળની મહાયુતિનું પ્રચાર અભિયાન નફરત ભર્યુઃ કોંગ્રેસ

નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર તેના ચૂંટણી પ્રચારમાં ઇરાદાપૂર્વક “દ્વેષ અને ઝેર” ફેલાવવાનો અને “રાજ્યમાં સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવાનો” પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આ અભિયાન ભાજપની “બીમાર માનસિકતા” ને છતી કરે છે. રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપાને હરાવવા રાહુલ ગાંધીનો માસ્ટરસ્ટ્રોક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. આ શ્રેણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ બંધારણ અને જાતિ ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આ બે મુદ્દા એવા છે કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકસાન […]

તેલંગાણા સરકારનો જાતિ આધારિત સર્વે શરૂ, દરેક વર્ગનો ડેટા સામેલ કરાશે

હૈદરાબાદઃ તેલંગાણા સરકારનો વ્યાપક સામાજિક-આર્થિક, રોજગાર, રાજકીય અને જાતિ સર્વે બુધવારે શરૂ થયો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન જાતિ આધારિત સર્વે કરાવવાનું વચન આપ્યું હતું. રાજ્યના પરિવહન પ્રધાન પોનમ પ્રભાકરે, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (GHMC) કાર્યાલયમાં સર્વેક્ષણની શરૂઆત કરતી વખતે, નાગરિકોને કોઈપણ ગભરાટ વિના સર્વેયરોને માહિતી પ્રદાન કરવા વિનંતી કરી હતી. પ્રભાકરે […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.  તેમજ ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન  કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 23 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 48 ઉમેદવારો અને […]

પ્રિયંકા ગાંધી પાસે રૂ. 12 કરોડથી વધુની સંપત્તિ

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. નોમિનેશન ફોર્મ સાથે સબમિટ કરવામાં આવેલા સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ પોતાની પાસે રહેલી સંપત્તિ વિશે પણ માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 12 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા આ સોગંદનામામાં પ્રિયંકા ગાંધીએ […]

વાવની બેઠક માટે કોંગ્રેસ ગુલાબસિંહને ટિકિટ આપે એવી શક્યતા

વાવ વિધાનસભા પેટા ચૂંટણી મામલે ભાજપની બેઠક, 25મી ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી અમદાવાદઃ બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી જંગ પ્રતિષ્ઠાભર્યો બની ગયો છે. આ પેટા ચૂંટણીમાં ઉમેદવારી […]

મહારાષ્ટ્ર ચૂંટણીઃ કોંગ્રેસ, NCP અને શિવસેના વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને સમહતિ થઈ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના કારણે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી તરફ, મહા વિકાસ આઘાડી વચ્ચે 4 કલાકથી વધુ ચાલેલી મેરેથોન મંથન બાદ સીટોની વહેંચણી લગભગ નક્કી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બેઠકમાં બેઠકની વહેંચણી અંગેની ચર્ચા અંગે UBT શિવસેનાના નેતા સંજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code