1. Home
  2. Tag "COngress"

કોંગ્રેસના અધ્યક્ષ બનતા મલ્લિકાર્જુન ખડગે એકશન મોડમાં, શશિ થરૂર અને G-23 નેતાઓને સાઈડલાઈન કરાયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ દ્વારા દિવાળી બાદ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ કુલ 73 ઉમેદવારોની  યાદી જાહેર કરી દીધી છે. અને ભાજપ તથા કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસ દ્વારા  ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ શુક્રવારે પુરી થઈ […]

કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવાર સિવાયના નેતા અધ્યક્ષ તરીકે મળ્યાં, મલ્લિકાર્જુન ખડગે બનશે અધ્યક્ષ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સિનિયર નેતા મલ્લિકાર્જન ખડગેનો વિજય થયો હતો. આમ હવે 24 વર્ષ બાદ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારની બહારના નેતાની પસંદગી થઈ હતી. અધ્યક્ષ પદની ચૂંટણીમાં સાંસદ શશી થરૂરનો પરાજય થયો હતો. પરિણામ જાહેર થયા બાદ શશી થરૂરએ મલ્લિકાર્જન ખડગેને શુભેચ્છા […]

ગુજરાત વિધાનસભાઃ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને જેને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાની શકયતા છે. દરમિયાન વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની શકયતા છે.NCP અધ્યક્ષ જયંત બોસ્કી અને રઘુ શર્મા વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી. આ અંગે […]

આજે કોગ્રેંસ અધ્યક્ષ પદની માટે કરવામાં આવશે મતદાન – શશિ થરૂર  અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ટક્કર

કોગ્રેંસ અધ્યક્ષ પદની માટે કરવામાં આવશે મતદાન શશિ થરૂર  અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે ટક્કર દિલ્હીઃ- કોંગ્રેસ પાર્ટી છેલ્લા ઘણા સમયથી સત્તામાં રહેવા માટે અથાગ પ્ર.ત્નો કરી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસના અધય્ક્ષ પદ માટે મતદાન કરવામાં આવશે, અનેક વરિષ્ટ નેતાઓએ ઉમેદવારી આ પગદ માટે નોંધાવી છે ત્યારે અધ્યક્ષ બનવાની હોડ ખૂબ રસપ્રદ જોવા મળશે, ખાસ […]

મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિરઃ એકનાથ ખડસે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાની આંતરીકે લડાઈ કોર્ટમાં પહોંચી હતી, દરમિયાન ચૂંટણીપંચ દ્વારા શિવસેનાનું પ્રતિક ફ્રીઝ કર્યું છે. હાલ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેનાના પ્રતિકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન એનસીપીના નેતાએ શિવસેનાનું નામ અને ચિન્હ ફ્રીજ કરવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ અત્યંત અસ્થિર છે. […]

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો […]

કર્ણાટકથી આજે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સોનિયા ગાંઘી જોડાયા

કોંગ્રેસની ભારત જોડો યોત્રામાં સોનિયા ગાંઘી જોડાયા કર્ણાટકથી પેંદલ યાત્રામાં સોનિયા ગાંઘી સામેલ દિલ્હીઃ- જ્યારથી ભારયીત જનતા પાર્ટી સત્તામાં આવી છે ત્યારથી કોંગ્રેસે રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છએ છત્તાં જેમતેમ કરીને કોંગ્રેસ પોતાની પાર્ટીને બચાવી રાખવાના અનેક પ્રયોસ કરી રહી છે જે હેઠળ તેઓએ ભારત જોડો યાત્રા પણ શરુ કરી છે.હાલ કર્ણાટકમાં હાલ કોંગ્રેસની ‘ભારત […]

કર્મચારી-અધિકારીઓને મોબાઈલ એપ અંગે અમલ કરાવવામાં AMC સત્તાધીશો નિષ્ફળ: કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં મનપા તંત્રના કર્મચારીઓ મામલે ‘સ્પ્રંટ સીટી 311’ નામથી મોબાઇલ એપ્લીકેશનનો અમલ બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી ભાજપ નિષ્ફળ રહ્યાંનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ગ 1,2 અને 3 ના તમામ કર્મચારીઓ દ્વારા કરાયેલ ક્ષેત્રીય કામગીરીનો રિર્પોટ, સ્થળ પરના ફોટા તથા જીપીએસ બેઝ […]

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ 3500 કરોડનો હતો, જે વિલંબના લીધે 12787 કરોડે પહોંચ્યોઃ કોંગ્રેસ

અમદાવાદઃ શહેરમાં  3500  કરોડનાં  ખર્ચે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું આયોજન કરાયું હતું પરંતુ મેટ્રો પ્રોજેક્ટમાં ભારે વિલંબને કારણે ખર્ચ વધીને 12787 કરોડે પહોંચ્યો છે. મેટ્રો પ્રોજેક્ટનો ખર્ચ ચાર ગણો વધી ગયો તે માટે જવાબદાર કોણ ? 18 વર્ષ જેટલા લાંબા સમયનાં વિલંબ માટે જવાબદાર કોણ ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code