1. Home
  2. Tag "death"

યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મૃત્યુ થયાઃ યુક્રેનનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા સાતેક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, યુદ્ધના પગલે યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું છે. યુક્રેન જીતવામાં રશિયાને હજી પૂરી સફળતા મળી નથી અને રશિયાએ વેઠેલી ખુવારીના આંકડા હેરાન કરનારા છે. આ યુદ્ધમાં રશિયાના 62 હજાર જવાનોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત રશિયાના અનેક યુદ્ધ […]

મધ્યપ્રદેશઃ એક જ દિવસમાં બે વાઘના મૃત્યુ, એક વાઘના શિકારની આશંકા

ભોપાલઃ ભારતમાં વાઘનું ઘર ગણાતા મધ્યપ્રદેશમાં એક જ દિવસમાં બે વાઘના મોત થયાની સામે આવતા ખળભળાટ મચી ગયો છે અને પ્રાણી પ્રેમીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે. કાન્હા ટાઈગર રિજર્વ નજીક આવેલા જંગલમાં દોઢ વર્ષના વાઘનું ચામડું મળી આવ્યું હતું. આ ઉપરાંત બાંધવગઢ ટાઈગર રિજર્વમાં 11 વર્ષિય વાઘણ સ્પોટીએ અંતિમ શ્વાસ લીધો હતો. વન […]

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની વયે નિધન, PM મોદીએ શોક શ્રદ્ધાજલિ આપી

નવી દિલ્હીઃ  બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે નિધન થઈ ગયું છે. તેઓ છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતાં. 96 વર્ષનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીય હાલ સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં હતાં. અહીં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌથી લાંબો સમય 70 વર્ષ સુધી બ્રિટનના ક્વીન રહ્યાં. બ્રિટનના મહારાણી એલિઝાબેથનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યને […]

તમિલનાડુઃ પૂર્વ CM જયલલિતાના નિધન અંગે તપાસનો અહેવાલ પંચે સુપ્રત કર્યો

બેંગ્લોરઃ તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતાના મૃત્યુ સાથે સંબંધિત તપાસનો અહેવાલ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને સોંપવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુની ન્યાયીક તપાસ માટે પૂર્વ ન્યાયમૂર્તિ અરુમુગાસ્વામીની આગેવાનીમાં સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ તપાસ પૂર્ણ કરીને 590 પાનાનો અહેવાલ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનને સીલબંધ કવરમાં સોંપ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ અનેક સવાલો ઉભા થયા હતા. […]

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં ટોચના તાલિબાની નેતા હક્કાનીનું મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મદરેસામાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ટોચના તાલિબાન નેતા મૌલવી રહીમુલ્લાહ હક્કાનીનું મોત થયું હતું. તાલિબાનના જણાવ્યા અનુસાર, હુમલાખોરે તેના કુત્રિમ પગમાં છુપાયેલ આઈઈડી વિસ્ફોટ કર્યો હતો. આ વિસ્ફોટની જવાબદારી ISએ લીધી હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર રહીમુલ્લાહ હક્કાનીને તાલિબાનના ગૃહ મંત્રી અને હક્કાની નેટવર્કના નેતા સિરાજુદ્દીન હક્કાનીના […]

અલ-ઝવાહિરીની તમામ મુવમેન્ટ ઉપર હતી CIAની નજર, “ઘા”એ ચઢતા થયો શિકાર

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી હતી કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી હવાઈ હુમલામાં અલ-કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરી માર્યો ગયો છે. અમેરિકાની કાર્યવાહીમાં ઓસામા બિન લાદેન માર્યા ગયા બાદ અલ-ઝવાહિરી અલ-કાયદાનો નેતા બન્યો હતો. ગુપ્તચર વિભાગને ઝવાહીર કાબુલ સ્થિત પોતાના મકાનમાં પરિવાર સાથે છુપાયો હોવાની માહિતી મળી હતી. બાઈડને આ કાર્યવાહીની ગત અઠવાડિયાએ મંજૂરી આપી […]

ધ્રાંગધ્રા તાલુકામાં લમ્પી વાઈરસથી સાત પશુઓના મોત, અસરગ્રસ્ત ઢોરને આઈસોલેટ કરાયા,

અમદાવાદઃ રાજ્યમાં જામનગર અને પોરબંદર જિલ્લા બાદ હવે ઝાલાવાડના કેટલાક વિસ્તારોમાં પણ પશુઓમાં લમ્પી નામનો વાયરસ જોવા મળતા વેટનરી વિભાગના તબીબો દોડી ગયા છે. ઝાલાવાડના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ અને તેની આજુબાજુના ગામોના પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં લમ્પી વાયરસને કારણે સાત જેટલા પશુઓના મોત નિપજ્યા છે. તેથી પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો […]

પાટડીના ઘાસપુરમાં કેમિકલ ફેક્ટરીની ટાંકીમાં ઉતરેલા બે શ્રમિકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જતાં મોત

પાટડીઃ રાજ્યમાં કેમિકલ ફેક્ટરીઓમાં  આગ કે અકસ્માતની ઘટનાઓ વધતી જાય છે. જેમાં પાટડી નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલો એક શ્રમિકો ગુંગળાવવા લાગતા તેને બચાવવા જતાં બીજો શ્રમિક પણ ઝેરી ગેસને લીધે બેભાન બની ગયો હતો. આમ ઝેરી ગેસને લીધે ગુંગળાઈ  જવાથી બન્ને શ્રમિકોના મોત નિપજ્યા હતા. આ બનાવની વિગત સૂત્રોમાંથી એવી […]

ભાવનગરમાં ચિત્રા મસ્તરામ મંદિર પાસે ત્રિપલ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત, બેને ગંભીર ઈજા

ભાવનગર: શહેર અને જિલ્લામાં અકસ્માતો વધતા જાય છે. જેમાં કેટલાક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે તો કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચતા આખું જીવન પથારીવશ રહેવું પડે છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં મસ્તરામ મંદિર નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે […]

વડોદરા નજીક પરીક્ષા આપવા એક્ટિવા પર જઈ રહેલા સ્ટુડન્સને ડમ્પરે અડફેટે લેતા વિદ્યાર્થિનીનું મોત,

વડોદરાઃ શહેર અને જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાઘોડિયા નજીક વધુ એક અકસ્માતમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલી વિદ્યાર્થિની ભોગ બની હતી. પૂરઝડપે જઈ રહેલા ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય સ્ટુડન્ટ ડમ્પરના પાછળના ટાયરમાં એક્ટિવા સાથે ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટિવાચાલક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code