1. Home
  2. Tag "defeated"

WPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સને હરાવ્યું

વડોદરાઃ મહિલા પ્રીમિયર લીગ ‘WPL 2025’ શુક્રવારથી શરૂ થઈ. ગુજરાતના વડોદરામાં પહેલી મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આમને-સામને હતા. રિચા ઘોષ અને કનિકા અનુજાની દમદાર બેટિંગના કારણે કારણે RCB એ GGને છ વિકેટે હરાવીને જીત સાથે શરૂઆત કરી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ […]

બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતે મકાઉને 5-0થી હરાવ્યું

ગઈ આવૃત્તિના બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતે બુધવારે કિંગદાઓ સ્પોર્ટ્સ સેન્ટર કેન્સન જિમ્નેશિયમ ખાતે ગ્રુપ ડીમાં મકાઉને 5-0થી હરાવીને બેડમિન્ટન એશિયા મિક્સ્ડ ટીમ ચેમ્પિયનશિપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત કરી. આ શાનદાર વિજયથી ભારતનો નોકઆઉટ તબક્કામાં પ્રવેશ પણ નિશ્ચિત થઈ ગયો છે. 2023 ના બ્રોન્ઝ મેડલ વિજેતાઓ ગુરુવારે તેમના બીજા ગ્રુપ સ્ટેજ મેચમાં દક્ષિણ કોરિયા સામે ટકરાશે, […]

મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું

ભારતે મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતની જીતમાં સૌથી મોટો ફાળો ગોંગડી ત્રિશાનો હતો, જેણે બોલિંગમાં 3 વિકેટ લીધી હતી અને બેટ વડે 44 રનનું યોગદાન પણ આપ્યું હતું. ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ રમતા માત્ર 82 રનમાં સમેટાઈ ગઈ હતી. […]

પુણેમાં ઇંગ્લેન્ડને હરાવી ભારતે ચોથી T20 પોતાના નામે કરી

પુણેમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 166 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. તેના માટે હેરી બ્રુકે અડધી સદી ફટકારી હતી. ભારતે આ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. […]

આયર્લેન્ડને 304 રનથી હરાવી ભારતીય મહિલા ટીમે શ્રેણી 3-0થી જીતી

રાજકોટઃ પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાની શાનદાર સદીઓની મદદથી, ભારતે બુધવારે નિરંજન શાહ સ્ટેડિયમમાં આયર્લેન્ડને 304 રનના મોટા માર્જિનથી હરાવ્યું અને શ્રેણી 3-0થી જીતી લીધી. પ્રથમ બેટિંગ કરવા આવતા, સ્મૃતિએ ભારતીય મહિલા બેટ્સમેન દ્વારા સૌથી ઝડપી ODI સદી ફટકારી. તેણે 70 બોલમાં સદી ફટકારી. આ પહેલા તેણીએ નિયમિત કેપ્ટન હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો હતો જેણે […]

દિવાન બલ્લુભાઈ કપ (U19): વિજ્યનગર એજ્યુ.સોસાયટી સામે શારદામંદિર વિદ્યામંદિર ટીમની જીત

ગાંધીનગરઃ અમદાવાદમાં દિવાન બલ્લુભાઈ કપ અંડર-19ની વિજ્યનગર એજ્યુકેશન સોસાયટી અ શારદામંદિર વિદ્યામંદિર વચ્ચે રમાયેલી મેચમાં શારદામંદિર વિદ્યામંદિરની ટીમે ઓમકાર કાસ્ટીના વિસ્ફોટક 110 રનની મદદથી જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીની ટીમે 10 વિકેટ ગુમાવીને 315 રન ખડક્યાં હતા. વિજ્યનગર એજ્યુકેશન સોસાયટીની ટીમના મીદુલએ 83 અને આયુષ પટેલએ 78 રન બનાવ્યાં હતા. […]

2024ની આ 5 ઓછા બજેટની ફિલ્મો મોટા બજેટની ફિલ્મોને માત આપી

ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ વર્ષ 2024 ખૂબ જ ખાસ રહ્યું છે. આ વર્ષે થિયેટરોમાં એક પછી એક ઘણી ધમાકેદાર ફિલ્મો રિલીઝ થઈ છે. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા-2ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. પરંતુ, આ બધાની વચ્ચે આજે આપણે એવી કેટલીક ફિલ્મો વિશે વાત કરીશું જેનું બજેટ ખૂબ જ ઓછું હતું, પરંતુ આ […]

પાકિસ્તાની ક્રિકેટ ટીમે આફ્રિકાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું, દ.આફ્રિકાને 36 રનથી હરાવ્યું

દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચેની ODI શ્રેણીનો અંત મોહમ્મદ રિઝવાનની ટીમ માટે ઐતિહાસિક હતો, આફ્રિકન પ્રવાસ પરની ટીમે 3-0થી ક્લીન સ્વીપ કર્યું, જે અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું. 1991માં પ્રથમ વખત સત્તાવાર વનડે શ્રેણીમાં ભાગ લેનાર દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે આટલી શરમજનક હારનો સામનો કરવો પડ્યો ન હતો. તેની પ્રથમ ઘરઆંગણે શ્રેણી 1992માં ભારત સામે […]

ડી. ગુકેશે ચીનના ડિંગ લિરેનને હરાવી જીત્યો વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ

નવી દિલ્હીઃ 18 વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ચીનના વર્તમાન ચેમ્પિયન ડીંગ લિરેનને 7.5-6.5ના માર્જીનથી હરાવ્યો અને આ સાથે ગુકેશ વિશ્વનો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યો. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો. ગુકેશે 14મી અને નિર્ણાયક ગેમ જીતીને ટાઈટલ […]

ઓમાનઃ મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં મલેશિયાને 5-0થી હરાવ્યું

નવી દિલ્હીઃ ઓમાનના મસ્કત ખાતે રમાયેલી મહિલા જુનિયર એશિયા કપ હોકીમાં ભારતે ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ જારી રાખતા મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. આ સ્પર્ધાના ઈતિહાસમાં મલેશિયા સામે ભારતની સતત ત્રીજી જીત છે. ધીમી શરૂઆત અને મલેશિયાના મજબૂત બચાવ બાદ, ભારતે ત્રીજા ક્વાર્ટરમાં સફળતા મેળવી હતી. વૈષ્ણવી ફાળકેએ 32મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો, ત્યારબાદ દીપિકાએ સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code