1. Home
  2. Tag "Demand"

રાજકોટમાં જરૂર ન હોવા થતા ઓક્સિજનની માગ કરતી 14 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ

રાજકોટ : શહેરમાં  કોરોનાના કેસ વધતા જાય છે. તંત્ર દ્વારા સ્થિતિને કાબુમાં લેવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દરેક ખાનગી હોસ્પિટલોને પણ સમયસર ઓક્સિજનનો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ કેટલી હોસ્પિટલ બિનજરૂરી ઓક્સિજનના સપ્લાયની માંગ કરતી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. આવી હોસ્પિટલ સામે તંત્રએ લાલ આઁખ કરી […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે પ્રાથમિક શાળામાં ઉનાળું વેકેશન જાહેર કરવા શૈક્ષણિક સંઘની માગ

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે, ત્યારે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં તાકિદે ઉનાળુ વેકેશન જાહેર કરવાની માગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ઘોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે  ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. […]

કોરોનાને પગલે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માગમાં ચાર ગણો વધારો

માગ વધતા કિંમતમાં 20થી 30 ટકા વધારો ઓફલાઈન માંગ વધતા ઓનલાઈન પ્લેટફોર્મ પર અછત પોર્ટેબલ ઓકિસ્જન સિલિન્ડરની અછત સર્જાયા દર્દીઓ પરેશાન મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજન સહિતની મેડિકલ વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટમાં વપરાશમાં લેવાતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડરની ઓનલાઈન માંગમાં ચાર ગણો વધારો જોવા […]

કોરોનાના કપરા કાળમાં બેન્કોમાં કામકાજનો સમય ઘટાડવા અને દર શનિવારે રજા જાહેર કરવા માગ

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વેપારી મંડળો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જાહેર ભીડભાડવાળા સ્થળોએ લોકોને એકત્ર ન થવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. ત્યારે બેંક યુનિયનો દ્વારા મુખ્યપ્રધાન  વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની આ મહામારીમાં બેંકની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં બેંકમાં એક સમયે માત્ર […]

શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ અપાતું હોય ફીમાં 50 ટકા માફીની વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે સૌથી વધુ શિક્ષણને અસર થઈ છે. બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ પાછી ઠેલવામાં આવી છે. તેમજ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશનની જોહેરાત કરવામાં આવી છે. હાલ તમામ શાળાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓનલાઈન શિક્ષણ રહેવાની શક્યતા છે ત્યારે વાલી […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો. 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા વાલી મંડળની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઓલ ગુજરાત વાલી મંડળે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનાને બદલે જૂનમાં લેવાની માગ સાથે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. ઉપરાંત ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓને પાસ કરી દેવા તેમજ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા ઓનલાઈન […]

દેશના અનેક રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણયઃ ગુજરાતમાં  માસ પ્રમોશનની માંગણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી ફરીથી સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ચિંતાતુર વાલીઓએ […]

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે. કોરોનાના કેસમાં […]

સુરતમાં  કોરોના કેસ વધતા ઓક્સિજનની માંગમાં 45 ટકાનો વધારો

સુરત:  ઉદ્યોગ, અને રોજગાર-ધંધાથી ધમધમતા સુરત શહેરમાં હવે કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસો સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 724 નવા કોરોના કેસ નોંધાયા હતા. જેને લઇને સુરતમાં હાલ ઓક્સિજનના બોટલોની માંગ વધી રહી છે. ત્યારે શહેરમાં ઓક્સિજનની  બોટલો માટે દર્દીઓના પરિવારજનોને સવારના 3 વાગ્યાથી લાઇનોમાં ઊભા રહેવું પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code