કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં બન્નેમાંથી કોઈપણ જીતે, અંતે તો પક્ષ જ મજબુત બનશેઃ શશી થરૂર
અમદાવાદઃ કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર શશી થરૂરે અમદાવાદની મુલાકાત દરમિયાન સાબરમતી આશ્રમ ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખના ઉમેદવાર તરીકે પ્રદેશના ડેલીગેટો સાથે મુલાકાત કરવા ગુજરાતમાં આવ્યો છું. સમગ્ર ભારતમાં કોંગ્રેસ એકમાત્ર રાજકીય પક્ષ છે જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પારદર્શક પ્રણાલીથી થાય છે. […]