અંબાજી મંદિરને ‘ઈટ રાઈટ પ્રસાદ’ પ્રમાણપત્ર એનાયત
ગાંધીનગરઃ વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર એવા યાત્રાધામ અંબાજીના મંદિરને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા “ઈટ રાઈટ પ્રસાદ” (Eat Right Prasad) પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા બદલ આપવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં વર્ષ દરમિયાન અંદાજે 1.25 કરોડ […]