ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ GUJCETની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ […]


