મહાકુંભઃ મહાશિવરાત્રિના પર્વ પર ત્રિવેણી સંગમ ખાતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર
લખનૌઃ પ્રયાગરાજમાં મહાશિવરાત્રિ નિમિત્તે મહાકુંભ 2025ના અંતિમ સ્નાન માટે બુધવારે લાખો ભક્તો ત્રિવેણી સંગમ ખાતે એકઠા થયા હતા. દેશભરમાંથી લોકો વહેલી સવારે પહોંચ્યા અને ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર પવિત્ર સ્નાન કર્યું. મહાકુંભની શરૂઆત 13 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાના અમૃત સ્નાન સાથે થઈ હતી. ત્યારબાદ, મુખ્ય સ્નાન દિવસો 14 જાન્યુઆરી (મકરસંક્રાંતિ), 29 જાન્યુઆરી (મૌની […]