1. Home
  2. Tag "Flood"

શિવપુરીમાં પૂરમાં ફસાયેલા શાળાના બાળકોને ભારતીય સેનાની મદદ મળી, 100 થી વધુ લોકોનું રેસ્ક્યૂ

ભારતીય સેનાએ મંગળવારે (30 જુલાઈ) મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ફસાયેલા 27 શાળાના વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બચાવ્યા છે. આ બધા બાળકો ‘રાઇઝિંગ સોલ્સ સ્કૂલ’માંથી વેકેશન પછી ઘરે પરત ફરતી વખતે બસમાં ફસાઈ ગયા હતા. સિંધુ નદીના વધતા પાણીના સ્તર અને તીવ્ર પ્રવાહને કારણે, આ વિદ્યાર્થીઓ પચાવલી ગામ નજીક બસમાં ફસાઈ ગયા હતા. […]

પાકિસ્તાનમાં આવેલા પૂરમાં 234 લોકોના મોત, 596 લોકો ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં મુશળધાર વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. સ્થાનિક મીડિયાએ બુધવારે અહેવાલ આપ્યો હતો કે દક્ષિણ એશિયાઈ દેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 234 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 596 લોકો ઘાયલ થયા છે. દેશમાં વરસાદ અને અચાનક પૂરની વિનાશક અસરને કારણે 826 ઘરોને નુકસાન થયું છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે બે […]

વરસાદમાં ફોન પલડે તો આટલી સાવધાની રાખવી

ફોન ચાલુ ન કરોઃ ઘણા લોકો વરસાદમાં ભીના થયા પછી પોતાનો ફોન બરાબર કામ કરી રહ્યો છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરે છે, પરંતુ તરત જ ફોન ચાલુ કરવો એ એક મોટી ભૂલ છે. આનાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન ખરાબ થઈ શકે છે. તેથી, જ્યારે પણ ફોન ભીનો થઈ જાય, […]

ગાઝીપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક રોડની સાઈડમાં ઝુંપડામાં ઘુસી, 2ના મોત

લખનોઃ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો હતો. ગહમાર પોલીસ સ્ટેશન વિસ્તારના કરહિયામાં એક અનિયંત્રિત ટ્રકે રસ્તાની બાજુમાં આવેલા ઝૂંપડાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની મેડિકલ કોલેજમાં લઈ જવાયા હતા. ઈજાગ્રસ્તોની હાલક ગંભીર છે. અકસ્માત બાદ ટ્રક ચાલક […]

હવે પૂર પહેલા મળશે ચેતવણી, એઆઈ મારફતે પૂરની મળશે માહિતી

જો કે સંબંધિત વિભાગ પહેલાથી જ પૂરને લઈને લોકોને એલર્ટ કરે છે, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ આ કામ ઘણું સરળ અને સચોટ થઈ ગયું છે. હવે ગૂગલે 100 દેશોમાં તેની AI આધારિત પૂરની આગાહી કરવાની સુવિધા શરૂ કરી છે. ગૂગલનું આ ફીચર હવે 100 દેશોને આવરી લેશે અને લગભગ 70 કરોડ લોકોને નદીના […]

પૂર્વ સ્પેન: બાલેન્સિયામાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ

ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર ચિવા ખાતે આઠ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ નવી દિલ્હીઃ પૂર્વ સ્પેનના બાલેન્સિયામાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને પગલે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે એટલું જ નહીં પૂરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત વાલેન્સિયાના ચિવા ખાતે આઠ કલાકમાં […]

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી. રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક […]

ગુજરાતમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો ભૂપેન્દ્ર પટેલે તાગ મેળવ્યો

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગરના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત  સાત જિલ્લાઓના કલેક્ટરો  અને વડોદરા તથા સુરત મ્યુનિસપિલ કમિશનર સાથે વિડિયો કોન્ફરન્સ યોજીને સ્થિતિની જાણકારી મેળવી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું […]

આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 131 જંગલી પ્રાણીઓના મોત

નવી દિલ્હીઃ આસામમાં પૂરના કારણે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા સહિત 131 જંગલી પ્રાણીઓના મોત થયા છે. કાઝીરંગા નેશનલ પાર્કના ફિલ્ડ ડાયરેક્ટર સોનાલી ઘોષે જણાવ્યું હતું કે કાઝીરંગા નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં છ ગેંડા, 100 હોગ ડીયર અને બે સાંબર પૂરના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે, જ્યારે 17 હોગ ડીયર, સ્વેમ્પ ડીયરમાંથી એક, […]

આસામમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદી બે કાંઠે વહેલા લાગી, અનેક ગામમાં નદીના પાણી ઘુસ્યાં

નવી દિલ્હીઃ એક તરફ દેશમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો મેઘરાજાના આગમને કારણે ખુશીથી આનંદ માણી રહ્યા છે. તો બીજી તરફ દેશના મોટાભાગના ક્ષેત્રોમાં મેઘરાજાના અવિરત વરસવાને કારણે કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારતના ઉત્તર-પૂર્વમાં અવરિત વરસાદને કારણે ભારે નાગરિકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે.  બ્રહ્મપુત્રા નદીના પાણી ગામડાઓ સુધી પહોંચતા પૂરની સ્થિતિ વણસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code