1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગર સ્પીપા ખાતે ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’ના બીજા સત્રનું આયોજન કરાયું

ગાઇડેડ બાય વિઝન, ગવર્ન્ડ બાય વેલ્યુઝ’ વિષય પર ગોષ્ઠિ યોજાઈ, વાજપેયીજી એક બુદ્ધિજીવી, કવિ, ફિલોસોફર અને ઉમદા રાજકારણી હતાઃ ચિનોય, રાજકીય બાબતોને તેમના દૃષ્ટિકોણ પર ક્યારેય હાવી થવા દીધી ન હતી, ગાંધીનગરઃ દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન સ્વ.  અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ પ્રસંગે  રાજ્ય સરકાર દ્વારા ‘અટલ સંસ્મરણ વ્યાખ્યાનમાળા’નું સમગ્ર વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવી રહ્યું છે. જે […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં દિવાળીની રજાઓને લીધે પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ઈન્દ્રોડા પાર્કમાં છેલ્લા 4 દિવસમાં 20 લોકોએ મુલાકાત લીધી, પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાની જોડી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા, એકમાત્ર ઝૂલોજિકલ પાર્ક હોવાથી લોકો વન્યજીવોને નિહાળવા માટે આવે છે ગાંધીનગરઃ શહેરમાં ઇન્દ્રોડા નેચર પાર્ક દિવાળીના તહેવારોની રજાઓમાં પ્રવાસીઓથી ઉભરાઈ ગયું હતું. લાંબી રજાઓનો લાભ લઈને પર્યટકોએ કુદરત અને વન્યજીવોના સાંનિધ્યમાં સમય પસાર કરવા માટે આ […]

ગાંધીનગર મ્યુનિની સિટી બસો હવે સરકારી કાર્યક્રમો માટે 35 રૂપિયા કિલોમીટરે ભાડે અપાશે

મ્યુનિની સ્ટેન્ડિગ કમિટીએ દરખાસ્તને મુંજર કરી, સિટી બસનું સંચાલન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો, 300 કિલોમીટરથી વધુ માટે પ્રતિ કિલોમીટર 35 રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવશે,  ગાંધીનગરઃ  મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની સિટી સર્વિસની બસો સરકારી કાર્યક્રમોમાં દોડાવવા માટે ભાડે લેવા પ્રતિ કિલોમીટર 35 રૂપિયાનું ભાડું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ બસ ભાડે લેવા માટે 300 કિલોમીટર […]

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ‘મેરા દેશ પહેલે’ શોનું સ્ક્રીનિંગ, પીએમ મોદીની મુલાકાતનો પરિચય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના પરિવર્તનની રોમાંચક વાર્તા ‘મેરા દેશ પહેલા’નો પહેલો ભવ્ય શો ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ગુજરાતમાં યોજવામાં આવ્યો હતો. આ શોમાં નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરથી લઈને વડા પ્રધાન તરીકે વૈશ્વિક મંચ પર પ્રસિદ્ધિ મેળવવા સુધીની પ્રેરણાદાયી સફરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના જીવનના ઘણા વણકહ્યા પાસાઓને સાંસ્કૃતિક અને […]

ગાંધીનગરમાં વિકાસ સપ્તાહની ઊજવણી, સરકારી ઈમારતો પર રંગબેરંગી લાઈટ્સનો શણગાર

રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહની ઊજવણી, સચિવાલય, મહાત્મા મંદિર, દાંડી બ્રિજ સહિત વિસ્તારોમાં નયનરમ્ય લાઈટિંગની રોશની, કુડાસણ આઈકૉનિક રોડ સહિતના વિસ્તારોમાં પણ શોપિંગ ફેસ્ટિવલ અને કલરફૂલ લાઈટિંગની ઝાકમઝોળ ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 24 વર્ષની જનસેવાના યશસ્વી પ્રયોગોને ઉજાગર કરવા રાજ્યભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા “વિકાસ સપ્તાહ” અંતર્ગત કેપિટલ સિટી […]

ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે, 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં […]

ગાંધીનગરના ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા ‘નેચર વોક’ યોજાઈ

નેચર વોકમાં 30થી વધુ સ્થાનિક યુવા-યુવતીઓ સહિત બાળકો સહભાગી થયા, ગાંધીનગર હોમગાર્ડ બટાલિયન માટે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ, વન્યજીવોના મહત્વ અંગે મુલાકાતીઓને ડોક્યુમેન્ટ્રી નિદર્શન મારફતે જાગૃત કરાયા ગાંધીનગરઃ ‘ગીર’ ફાઉન્ડેશન દ્વારા તા. 02 થી 08 ઓક્ટોબર-2025 વન્યજીવ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે તા. 05 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે ‘નેચર વોક’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30થી […]

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું

ગાંધીનગર: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી “તમારી મૂડી, તમારા અધિકારો” અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય નાણાકીય વ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પડેલી દાવા વગરની નાણાકીય સંપત્તિનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવાનો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ અભિયાન તેમના કાયદેસર દાવેદારોને દાવા વગરની થાપણોનું વાજબી વળતર સુનિશ્ચિત કરશે. આ પ્રસંગે, ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ […]

ગાંધીનગરમાં નવા સચિવાલયના રિનોવેશન દરમિયાન લોખંડની પાઈપો પડતા મહિલા કર્મીને ઈજા

નવા સચિવાલયના બ્લોક નં. 13માં રિનોવેશન દરમિયાન 25 લોખંડની પાઈપો પડી, મહિલા કર્મચારીને માથામાં ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, સેકટર-7 પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે હાથ ધરી તપાસ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના નવા સચિવાલય ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સચિવાલયના બ્લોક નં. 13માં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન અચાનક જ 20થી 25 લોખંડની પાઈપો […]

ગાંધીનગરમાં મેટ્રો રેલનું સચિવાલયથી મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન

અમદાવાદઃ ગાંધીનગરમાં મેટ્રો રેલના ટ્રાયલ રનને સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ રન સચિવાલયથી શરૂ થઈને રૂટના અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગર મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને આ પ્રોજેક્ટ શહેરના નાગરિકો માટે આરામદાયક, સલામત અને પ્રદૂષણમુક્ત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવશે. ગાંધીનગર મેટ્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code