ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસીઓનો ધસારો, મહિનામાં 9.21 કરોડની કમાણી
અમદાવાદઃ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનને પ્રવાસીઓને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને ભરચક ટ્રાફિક મળી રહ્યો છે. મુંબઇ-ગાંધીનગર વચ્ચે દોડતી ત્રીજી વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી ભાડાંની અર્થાત્ ટિકીટની આવક નવેમ્બર મહિનામાં રૂા. 9.21 કરોડે પહોંચી હતી. નવેમ્બરમાં મુંબઇથી ગાંધીનગર જવામાં રૂા. 4.49 કરોડની અને ગાંધીનગરથી મુંબઇની ભાડાંની આવક રૂા. 4.72 કરોડ […]


