1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરની સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ, 12 વિદ્યાર્થિનીઓને ઝાડા-ઊલટી

પનીરનું શાક ખાધા બાદ વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ, મ્યુનિના આરોગ્ય વિભાગે 200 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કર્યું ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં ફુડ પોઈઝનિંગના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાટનગર ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી ચૌધરી સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સ્કૂલની હોસ્ટેલમાં રહેતી 12 વિદ્યાર્થિનીઓને ભોજન લીધા બાદ ઝાડા-ઉલટી […]

ગાંધીનગરમાં સેક્ટર 28 અને 29માં સરકારી કર્મચારીઓ માટે 1400 ફ્લેટ્સ બનાવાશે

જૂના આવાસો તોડી નવા ફ્લેટ ટાઇપ ક્વાર્ટર બનાવાશે, બન્ને સેક્ટરમાં ટાવર ટાઇપ કોલોની બનાવવા રૂ. 600 કરોડનો ખર્ચાશે, આવાસ યોજના તૈયાર થતાં હજુ બેથી ત્રણ વર્ષ લાગશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ વિભાગોની અનેક સરકારી કચેરીઓ આવેલી છે. ઉપરાંત બોર્ડ-નિગમોની મુખ્ય કચેરીઓ પણ આવેલી છે. સરકારી કર્મચારીઓને રહેવા માટે સરકાર દ્વારા ક્વાટર આપવામાં આવતા હોય છે. […]

ગાંધીનગરમાં U N મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં એક મહિનામાં OPD અને ઈન્ડોર પેશન્ટમાં વધારો

એક મહિનામાં કુલ 1410 OPD  અને 77 દર્દીઓને ઇન્ડોર તરીકે સારવાર અપાઈ, અદ્યતન કેથલેબ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ, કાર્ડિયાક અને ન્યુરો કેરને મળી નવી દિશા ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના કાર્ડિયાક અને ન્યુરો સેન્ટરનું લોકાર્પણ 27 મે ના રોજ કરવામાં આવ્યું હતું. આ […]

ગાંધીનગરઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ

અમદાવાદઃ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર (SEOC) ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાહત કમિશનરએ રાજ્યમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ […]

ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાતા અમિત શાહે મ્યુનિના અધિકારીઓનો ક્લાસ લીધો

ગાંધીનગર મ્યુનિના અધિકારીઓની બેઠક બોલાવી, હલકી ગુણવતાની કામગીરી અંગે અમિત શાહે નારાજગી વ્યક્ત કરી, પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા ગાંધીનગરઃ શહેરમાં વરસાદને લીધે રોડ પર પાણી ભરાતા અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન નિષ્ફળ ગયો છે. ઉપરાંત વિકાસના કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાની […]

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું

મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું ગાંધીનગરઃ  જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું. પુન્દ્રાસણ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]

ગાંધીનગરમાં છેલ્લા 6 મહિનામાં વાહનચાલકોને નિયમો ભંગ બદલ 30.000 ઈ-મેમો અપાયા

સૌથી વધુ 14558 દ્વીચક્રી વાહનચાલકો હેલમેટ ન પહેરતા મેમો અપાયા, કારમાં સીટ બેલ્ટ નહિ પહેરનારા 5466 ચાલકોને દંડ કરાયો ઓવર સ્પીડિંગના 3072 ચાલકોને પણ ઈ-મેમો અપાયા ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે સમયાંતરે ઝૂંબેશ હાથ ધરવામાં આવે છે. તેમજ સીસીટીવી કેમેરાથી પણ ટ્રાફિક ભંગના ગુના નોંધીને ઈ-મેમો ફટકારવામાં આવે છે. શહેર ટ્રાફિક […]

ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વકરે તે પહેલા જ તકેદારી માટે હેલ્થ વિભાગની બેઠક મળી

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે કામગીરી અસરકારક બનાવાશે, બાંધકામ સાઈટ્સ પર મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પગલાં લેવાશે, શાળાઓના કેમ્પસમાં ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ સમયાંતરે કરાશે ગાંધીનગરઃ  કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2030માં મેલેરિયા નિર્મૂલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યમાં ‘વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ’ હેઠળ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીને વધુ […]

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો

દરેક વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો, સ્કૂલ સ્ટેશનરી, નોટ્સબુકોના ભાવમાં વધારા બાદ સ્કૂલવાન ચાલકોએ ભાવ વધાર્યા, અસહ્ય મોંઘવારીમાં વાલીઓની હાલત કફોડી ગાંધીનગરઃ 9મી જુને નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્ટેશનરી, નોટબુક્સ અને પુસ્તકોના ભાવમાં વધારા બાદ હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનચાલકોએ પણ વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો છે. સ્કુલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થી કેટલા અંતરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code