1. Home
  2. Tag "Gandhinagar"

ગાંધીનગરમાં છેલ્લા એક વર્ષમાં 3676 રખડતા ઢોર પકડાયા, 8.88 લાખનો દંડ વસુલાયો

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નવી ઢોર નિયંત્રણ પોલીસી બનાવી છે, શહેરમાં પશુઓ રાખનાર તમામનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત, રખડતા ઢોર પકડવાની કામગીરી સતત ચાલુ રખાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર પકડવાની સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવે છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા માટે નવી ઢોર નિયંત્રણ પોલીસી અમલી બનાવવામાં આવી છે, […]

ગાંધીનગરમાં વિધાનસભાના ત્રિદિવસીય સત્રને લીધે 800 પોલીસ જવાનો તૈનાત કરાશે

વિધાનસભા સંકુલ ફરતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, કોંગ્રેસ વિધાનસભા સંકૂલનો ઘેરાવ ન કરે તે માટે તમામ માર્ગો પર પણ બંદોબસ્ત મુકાશે, શહેરમાં પ્રવેશતા રોડ પર વાહનોનું ચેકિંગ કરાશે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસા સત્રનો તા. 8મી સપ્ટેમ્બરને સોમવારથી પ્રારંભ થશે. વિધાનસભાના સત્ર દરમિયાન 800 જેટલા પોલીસ જવાનોનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ત્રણ દિવસ દરમિયાન કોઇ […]

ગાંધીનગરમાં 13મી સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનથી કેસનો નિકાલ લવાશે, કેસનો નિકાલ ઈચ્છે એવા અરજદારો કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે, સમાધાન લાયક ફોજદારી કેસોનો નિકાલ પણ કરી શકાશે, ગાંધીનગરઃ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આગામી 13 સપ્ટેમ્બરને શનિવારે  નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત […]

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે માર્ગદર્શક છે: રાજ્યપાલ

રાજભવન ખાતે વૈદિક પ્રચાર પ્રસાર ચિંતન ગોષ્ઠી યોજાઇ, યુવાનોને આધુનિક શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો અપનાવવા અપીલ, મહર્ષિ દયાનંદે‘વેદો તરફ પાછા વળો‘નું સૂત્ર આપ્યું જે આજના સમયમાં પણ જરૂરી છે, ગાંધીનગરઃ  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, 19મી સદીના મહાન પુરુષ, સમાજ સુધારક અને વેદોના મહાન પ્રચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ અંધશ્રદ્ધાઓનું ખંડન કર્યું હતું અને […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોનો હુમલો

પોલીસ એસ્કોર્ટ હોવા છતાં બેફામ પશુપાલકો પકડાયેલા ઢોર છોડાવીને ફરાર, સેકટર –21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ટ્રેકટરમાંથી પશુઓને છોડાવ્યા હતા ગાંધીનગરઃ હાલ વરસાદની સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિની ઢોર પકડ ટીમ દ્વારા પોલીસના પ્રોટેક્શન સાથે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. […]

ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી ‘દેશને અગ્રેસર રાખશે: મુખ્યમંત્રી

ગાંધીનગરમાંસહકાર સે સમૃદ્ધિ અંતર્ગત  સહકારી અગ્રણીઓનો એક દિવસીય વર્કશોપ, છેવાડાના માનવીને વિકાસની મુખ્ય ધારામાં લાવવામાં સહકારી ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા, 2034 સુધીમાં જી.ડી.પી.માં સહકારી ક્ષેત્રનું યોગદાન ત્રણ ગણું વધારવાનું લક્ષ્ય ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સહકારી ક્ષેત્રનું શ્રેષ્ઠ મોડલ દુનિયા સમક્ષ પ્રસ્તુત કરીને આવનારા ભવિષ્યમાં કો-ઓપરેટિવ સેક્ટરમાં પણ દેશને અગ્રેસર રાખશે. 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ […]

ગાંધીનગરમાં TATના ઉમેદવારોનું શિક્ષણ સહાયકની ભરતી કરવાની માગ સાથે આંદોલન

છેલ્લા 10 વર્ષથી રાહ જોઈ રહેલા ઉમેદવારોએ ભરતીના બીજા રાઉન્ડની માગ કરી, 2900થી વધુ ખાલી હોલા છતાંયે શિક્ષણ સહાયકોની ભરતી કરાતી નથી, TATના મોટાભાગના ઉમેદવારોની નોકરી માટે વયમર્યાદા પૂર્ણ થવાની તૈયારીમાં છે, ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 9 થી 12ની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કા બાદ TAT પાસ ઉમેદવારોએ ખાલી જગ્યાઓ પર […]

ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન 23મા દિવસે યથાવત, રેલી પહેલા જ 50ની અટકાયત

પોલીસે માજી સૈનિકોને મહારેલી માટે પરમિશન ન આપી, ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ પર પોલીસે નાકાબંધી કરી, સચિવાલય જતા માર્ગો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ આર્મીમાં સેવા આપીને નિવૃત થયેલા માજી સૈનિકો સરકારી નોકરીમાં અનામત સહિત વિવિધ માગણીના ઉકેલ માટે ગાંધીનગરમાં સત્યાગૃહ છાવણી ખાતે છેલ્લા 23 દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગાંધીનગરના સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે […]

ગાંધીનગરના સરગાસણમાં BMW કારે રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટે લેતા મોત

અકસ્માત બાદ કારચાલક ભાગવા જતા લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો, પોલીસે કારચાલક હર્ષ મોરેશ્વરની કરી ધરપકડ, પોલીસે BMW કારને પણ જપ્ત કરી ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં બેફામ ઝડપે વાહનો ચલાવવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના સરગાસણમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના સરગાસણ વિસ્તારમાં ગઈકાલે રાત્રે પૂરફાટ ઝડપે BMW કારે […]

ગાંધીનગરમાં 10 જેટલા સેક્ટરોમાં હવે મીટરથી 24 કલાક પાણી અપાશે

સેકટર વાઇઝ ફરિયાદ નિવારણ નંબરો જાહેર કરાયા, નવા ભળેલા 18 ગામડાં સહિત સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેવાયો, શહેરના નાગરિકોને પુરા ફોર્સની પાણી પુરવઠો 24 કલાક અપાશે ગાંધીનગરઃ શહેરમાં 10 જેટલા સેક્ટરોમાં હવે મીટરથી 24 કલાક પાણી આપવામાં આવશે. શહેરના સેક્ટર-14 થી 29 પૈકીના 10 સેક્ટરોના રહેવાસીઓને 24 કલાક પાણી પુરવઠો પુરા ફોર્સથી મળી રહેશે. અગમચેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code