Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લાકાર્પણ

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પરના ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ કર્યુ લાકાર્પણ

અમદાવાદ, 29 માર્ચ 2026: CM inaugurated overbridge at Sattadhar intersection  શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિકટ બનેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતુ. આ બ્રિજ કાર્યરત થતા જ નારણપુરા, ઘાટલોડિયા અને સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોમાં ટ્રાફિકથી રાહત મળશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મ્યુનિ.કોર્પોરેશન અને ઔડાના 1098 કરોડના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતા. જેમાં અમદાવાદ શહેરના પશ્ચિમના સૌથી વ્યસ્ત ગણાતા એવા સતાધાર ચાર રસ્તા પર બનાવવામાં આવેલા ફ્લાય ઓવરબ્રિજને આજે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ બ્રિજ ખુલ્લો મૂકાતા 1 લાખ વાહન ચાલકોને ફાયદો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સતાધાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેનાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. આ બ્રિજ ખુલ્લો મુકાતા હવે નાગરિકો એસ.જી. હાઈવે, ચાણક્યપુરી અને વસ્ત્રાપુર તરફ ટ્રાફિકની સમસ્યા વિના અવરજવર કરી શકશે. ઉદ્ઘાટન પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને ભાજપના અગ્રણી નેતાઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા બ્રિજ બનાવવા આવી રહ્યા છે. પશ્ચિમ વિસ્તારમાં ઘાટલોડિયાના સતાધાર ચાર રસ્તા પર બની રહેલા ફ્લાયઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. શહેરના સતાધાર ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 103.63 કરોડ રૂપિયાના ખર્ચે 975 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર શરૂ થતાં ઘાટલોડિયા, સોલા, થલતેજ અને ચાણક્યપુરી જેવા વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી સરળ બનશે. અંદાજે 1 લાખ વાહનચાલકોને સીધી રાહત મળશે અને મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular