ઓમાન નજીક દરિયામાં ગુજરાતના કાર્ગો વહાણમાં આગ લાગી, 22 ખલાસીઓનો બચાવ
જામનગરઃ સૌરાષ્ટ્રના બંદરો પરથી માલવાહક નાના વહાણોમાં આરબના દેશોમાં માલ-સામાન મોકલવામાં આવતો હોય છે. જેમાં જામસલાયાના બંદરેથી માલભરીને ઓમાન તરફ જઈ રહેલા કાર્ગો વહાણમાં મધદરિયે આગ લાગતા વહાણે જળસમાધી લીધી હતી. વહાણમાં 22 જેટલા ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દેવભૂમિ દ્વારકાના જામ સલાયાના ‘અલ ખીજર’ નામના માલવાહક વહાણમાં ઓમાન દરિયામાં આગ લાગ્યા […]