1. Home
  2. Tag "gujarat"

ચોમાસામાં સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર સંપૂર્ણ સુસજ્જઃ મુખ્ય સચિવ 

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ, મુખ્ય સચિવ રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું. મુખ્ય સચિવ રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક […]

રાજ્યમાં 5 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

કાળઝાળ ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. જે મુજબ અંગ દઝાડતી ગરમીને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી સહન કરવી પડશે. જેમાં 9 જિલ્લાઓમાં ગરમીની અસર વધુ રહેતા હિટવેવની અસર રહેશે. અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર, વલસાડ અને ભાવનગરમાં હિટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિટવેવ સામે રક્ષણ માટે લોકોએ વારંવાર પાણી […]

મુંબઈ સ્થિત જર્મન કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી

અમદાવાદઃ જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2024માં જર્મની પાર્ટનર કન્ટ્રી રહ્યું હતું, તેનો ઉલ્લેખ કરી સમિટની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, આ સમિટમાં સસ્ટેઈનેબલ ગ્લોબલ સપ્લાય ચેઈન-ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવ અંગે કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું તેની […]

ગુજરાતઃ માવઠાના કારણે થયેલા નુકસાન અંગે સર્વે કરવાની સરકારનો નિર્દેશ

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે પડેલા આ માવઠાના કારણે ભારે નુકસાન પણ થયું હતું. સાથે જ ખેડૂતોના ઉનાળુ પાકને પણ નુકસાન થયુ હતું. ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે સર્વે કરવાની સૂચના આપી છે. આ અંગે સહ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, […]

ગુજરાતમાં રેશનિંગની દુકાનોમાં સરકાર દ્વારા તુવેરદાળનો પુરતો જથ્થો ન અપાતા મચ્યો હોબાળો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા તુવેરદાળનો પુરતો જથ્થો આપવામાં આવતો ન હોવાથી રેશનિંગના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ ગ્રાહકો સાથે માથાકૂટ થઈ રહી છે. આ અંગે અગાઉ પણ રેશનિંગના દુકાનદારોએ સરકારને અનેક રજુઆતો કરી હતી. છતાં પણ પુરતો સ્ટોક ફાળવવામાં આવતો નથી. ગુજરાતમાં પૂરવઠાં તંત્ર દ્વારા રાશન કાર્ડ લાભાર્થીઓને […]

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં અસહ્ય તાપમાન, કેટલાક જિલ્લામાં માવઠું, વીજળી પડતા બેના મોત

અમદાવાદઃ રાજ્યમાં એક બાજુ રાજકોટ સહિત શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયા છે. જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જામ્યો છે. રાજ્યમાં બુધવારે પણ  સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવી હતી. જ્યારે વલસાડ અને કચ્છમાં તોફાની પવન સાથે વરસેલા […]

ગુજરાતમાં માવઠાંએ કૃષિપાકનો દાટ વાળ્યો, બાગાયતી પાકને નુકશાન, અનેક વૃક્ષો ધરાશાયી

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફુંકાતા કૃષિ પાકને નુકશાન થયું છે. ઉપરાંત અનેક વૃક્ષો પણ ધરાશાયી બન્યા છે. ગીર પંથક અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને કેરીના પાકનો સોથ વળી ગયો છે. જૂનાગઢ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી પાકને પણ સારૂએવું નુકશાન થયું […]

ગુજરાતમાં ભર ઉનાળે 41 તાલુકામાં કમોસમી વરસાદ, બેનાં મોત, CMએ કરી સ્થિતિની સમીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં ભર ઉનાળો વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં 41 તાલુકામાં ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં અમરેલીમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં મેઘધનુષનો પણ નજારો જોવા મળ્યો હતો. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્યમાં […]

ગુજરાતમાં ગરમીને લીધે વીજ માગમાં વધારો, કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજ ખરીદવી પડી

અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતા તાપમાનને લીધે વીજ માગમાં વધારો થઈ રહ્યો છે. હવે તો તમામ ઘરોમાં અને ઓફિસોમાં પણ એસી લગાવેલા જોવા મળી રહ્યા છે. રાતના સમયે પણ સૌથી વધુ વીજ લોડ રહેતો હોય છે. એટલે વીજળીની માગ વધતા તેને પહોંચી વળવા માટે ગુજરાત સરકારને કેન્દ્રિય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી રહી છે. […]

ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોને સાબદા રહેવા તાકીદ

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી તારીખ 16 મે, 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code