1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ભાજપ દ્વારા શુકવારથી મતદાતા ચેતના અભિયાન, વધુ મતદાન માટે ઘડાયો માસ્ટરપ્લાન

અમદાવાદઃ ગુજરાતમાં નવા મતદારોની નોંધણી ઝંબેશ ચાલી રહી છે. આ વખતની ચૂંટણીમાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ હશે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન ભાજપની તરફે થાય તે માટે ભાજપે રણનીતિ તૈયાર કરી છે. અમે માઈક્રો પ્લાનિંગ મુજબ પેઈજ પ્રમુખથી લઈને દરેક લેવલે ચર્ચા કરવામાં આવી રહી છે. મતદાતા ચેતના અભિયાન તા.25મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. જેમાં […]

ગુજરાતમાં હવે વાહનોની જુની-નવી HSRP નંબર પ્લેટનું કામ આરટીઓ નહીં પણ ડિલર્સ કરશે

અમદાવાદઃ રાજ્યમાં આરટીઓ કચેરીઓમાં કામનું ભારણ ઘટાડવાના હેતુથી તેમજ વાહન માલિકોને પણ આરટીઓ સુધી ધક્કો ન થાય તે માટે નજીકના ઓટો ડિલર્સને વાહનો માટેની HSRP નંબર પ્લેટની જવાબદારી સોંપી છે. હવેથી ઓટો ડિલર્સ વાહનોની જુની-નવી નંબર પ્લેટ બનાવીને લગાવી આપશે.જો કે સર્વિસ ચાર્જના વધારાનો બોજ હવે વાહન ચાલકો પર પડશે. એટલુ જ નહિ, નંબર પ્લેટ […]

ગુજરાતમાં ટમેટાએ રડાવ્યા બાદ હવે ડુંગળીના ભાવ પણ આંખમાંથી પાણી લાવી દેશે

અમદાવાદઃ મોંધવારી દિન પ્રતિદિન વધતી જાય છે. જેમાં શાકભાજીના ભાવ દરેક પરિવારને અસર કરતા હોય છે. તાજેતરમાં ટમેટાંના આસમાને પહોંચેલા ભાવે ગૃહિણીઓને રડાવી દીધી હતી. હવે ટમેટાંના ભાવમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ત્યાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આંખમાંથી પાણી લાવી દેશે, કેન્દ્ર સરકારે ડુગળીના ભાવ અંકૂશમાં રાખવા માટે નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદીને […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષા નવરાત્રી બાદ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે શૈક્ષમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાઓ નવરાત્રી બાદ લેવાશે. અને આ પરીક્ષાના પરિણામો જાહેર કરાયા બાદ દિવાળી વેકેશન પડશે. ધોરણ 3થી 8ની પરીક્ષાનો જે સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 11થી 1 કલાકનો રહેશે. જ્યારે […]

ગાંધીનગરઃ અત્યાર સુધીમાં ખરીફ પાકનું 92 ટકા વાવેતર, કપાસ અને બાજરીનું વાવેતર વધ્યું

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે અને આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગાંધીનગરમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 92 ટકા જેટલુ ખરીફ પાકનું વાવેતર થયું છે. આ વર્ષે સૌથી વધારે વાવેતર કપાસ, બાજરી, જુવાર, તુવેર અને મઠનું થયું છે. ગાંધીનગર જિલ્લામાં હજુ ખરીફ પાકનું વાવેતર […]

શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ગુજરાત બન્યુ શિવમય, મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં

અમદાવાદઃ હિન્દુઓના પવિત્ર શ્રાવણ મહિનાના આજે પ્રથમ સોમવારે રાજ્યના શિલાવયોમાં સવારથી જ શિવભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. તેમજ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં હતા. ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરમાં હજારોમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યયાં હતા. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ મહાદેવને શ્વેત અને પીળા પીતાંબર, વિવિધ […]

ગુજરાતમાં વરસાદી માહોલ જમ્યોઃ 115 તાલુકામાં વરસાદ, દાહોદમાં સૌથી વરસાદ વરસ્યો

અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 115 જેટલા તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. રાજ્યમાં ચોમાસામાં […]

ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા, ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમદાવાદઃ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ રવિવારે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજ્યના કૂલ 101 તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ […]

જિલ્લા પંચાયતોના તલાટી, કલાર્ક સહિત 1179 કર્મચારીઓની જિલ્લાફેર બદલીને CMએ આપી મંજુરી

ગાંધીનગરઃ  રાજ્યમાં હવે શિક્ષકોની જેમ પંચાયત સંવર્ગના વિવિધ 22 કેડરના કર્મચારીઓને આંતર જિલ્લા બદલીનો લાભ મળશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની કાર્યવાહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીની મહોર મારી છે. મુખ્યમંત્રીના નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા સરકારી કર્મચારીઓને રાહત થશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 […]

ગુજરાતઃ વર્ષ 2024-25માં 940 મેગાવોટની ક્ષમતા સાથે 2 લાખથી વધુ રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક

અમદાવાદઃ પરંપરાગત ઇંધણ પરથી ભારણ હટાવીને, વર્ષ 2030 સુધીમાં ભારતની 50 ટકા વીજળી આપૂર્તિ વિવિધ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા થાય, તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ પહેલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2015માં COP21-પેરિસ ખાતેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) લૉન્ચ કર્યું હતું. 121 દેશોમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code