1. Home
  2. Tag "gujarat"

હિંદુ સમાજની શક્તિ તો હનુમાનજી જેવી છે પણ તેને જગાડવી પડે છેઃ પ.પૂ. સ્વામી શ્રી માધવપ્રિયદાસજી

અમદાવાદઃ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું (HSSF) આયોજન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનું ભવ્ય સંગમ એવો આ મેળો ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ખાતે યોજાશે. મેળાના સ્થાનનું ભૂમિ પૂજન કાર્યક્રમ આજરોજ શ્રી ચીમનભાઈ અગ્રવાલ (ચેરમેન, અગ્રવાલ ગ્રુપ) ના હસ્તે, પ.પૂ. સ્વામી શ્રી […]

ગુજરાતમાં પાન-મસાલાના વેપારીઓ પર જીએસટીના દરોડા, 192 કરોડની કરચોરી પકડાઈ

બિલ વગર વેપાર કરતા વેપારીઓ પર તવાઈ રોકડ વ્યવહારો અને બેનામી હિસાબો મળ્યા સ્ટેટ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીઓ બિલ વિના માલ વેચીને જીએસટીની ચોરી કરતા હોય સ્ટેટ જીએસટીના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં રાજશ્રી બ્રાન્ડ પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. GST વિભાગની કામગીરીથી પાન […]

ગુજરાતના કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ

અમદાવાદઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ISR) અનુસાર, ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત ISRએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 10.06 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર ભચાઉથી 18 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું. જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના […]

ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ સંગઠનના નવાં પરિવર્તન માટે આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. રાધામોહન અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં ધારાસભ્યો, જિલ્લાના તથા તાલુકાના પ્રમુખો, અને સાંસદ સભ્યો સહિત ભાજપના વિવિધ સ્તરના નેતાઓએ ભાગ લીધો.   આ બેઠક 580 […]

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં TBના 2.78 લાખ કેસ નોંધાયા

ગુજરાતમાં ટીબીને લીધે બે વર્ષમાં 10 હજારથી વધુના મોત નિપજ્યા, અમદાવાદ જિલ્લામાં ટીબીના સૌથી વધુ 19000 કેસ, યુવાનો ટીબીનો ભોગ બનતા ચિંતાજનક વિષય  અમદાવાદઃ  ગુજરાત સહિત દેશભરમાં ટ્યૂબરક્યુલોસિસ (TB) નિર્મૂલન ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે. ગુજરાતમાં પણ ખાનપાન, હવામાન સહિતના કારણોને લીધે ટીબીના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ટી.બી. નિર્મૂલન ઝૂંબેશના દાવા અને વાસ્તવિક્તા […]

અમદાવાદ સહિત રાજ્યભરમાં વાદળછાંયુ વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદ, ગાંધીનગર સહિત શહેરોમાં ધૂમ્મસભર્યું વાતાવરણ, તાપમાનમાં આંશિક વધારો પણ પવનની ગતિ વધતાં ઠંડીનો ચમકારો, ગતરાતે ડાંગ-આહવા, બાલાસિનોર, બાયડ સહિત તાલુકામાં માવઠું અમદાવાદઃ  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયુ વાતાવરણ સર્જાયુ હતું તેમજ ઘણા વિસ્તારોમાં સૂર્ય નારાયણના દર્શન પણ થઈ […]

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, ખેડબ્રહ્મમાં કરા પડ્યાં

અરવલ્લીના બાયડ, સાબરકાંઠાના વિજ્યનગર અને ખેડાના કપડવંજમાં માવઠું, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ, હજુ કાલે પણ માવઠું પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. અને  હાલ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે આજે અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજે દિવસ દરમિયાન સાબરકાંઠાના […]

તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું, કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ માટે નેશનલ એવોર્ડ એનાયત થયો

ગાંધીનગરઃ અમદાવાદના 17 વર્ષીય દિવ્યાંગ તરુણ ઓમ જિજ્ઞેશ વ્યાસે રાષ્ટ્રીય સ્તરે પોતાનું તથા પોતાના પરિવાર સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરાયો છે. દિવ્યાંગ ઓમ વ્યાસને કળા તેમજ સંસ્કૃતિ ક્ષેત્રે તેની અદ્વિતીય સિદ્ધિઓ માટે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે.  અત્રે ઉલ્લેખનીય છે […]

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાંયું વાતાવરણ, ખેડુતો બન્યા ચિંતિત

હવામાન વિભાગે 3 દિવસ માવઠાની કરી આગાહી પ્રતિ કલાકે 40 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા વહેલી સવારે ગાઢ ધૂમ્મસથી વાહનચાલકો પરેશાન અમદાવાદઃ ગુજરાતમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર ઉપર સર્જાયેલી સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળો ગોરંભાતા માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજથી ત્રણ […]

ગુજરાતના આ એરપોર્ટને દેશનું પ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર પ્રાપ્ત થયું

ગાંધીનગરઃ ભાવનગર એરપોર્ટ કે જેને મુસાફરોની સવલત(ટ્રાન્સપોર્ટેશન) સુવિધામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો. ભૌગોલીક દ્રષ્ટિએ અતિ મહત્વના ગણાતા ભાવનગર એરપોર્ટને દેશનું સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર ફાળવવામાં આવ્યું છે. નાફકો કંપનીનું દુબઈથી આયાત કરેલા આ ફાયર ફાયટર અંગેની ડેમો અને તેની વિગતવાર માહિતી એરપોર્ટના ડાયરેકટરે આપી હતી. દેશના સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાયટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code