1. Home
  2. Tag "Gujarati Samac ar"

શ્રાવણ મહિનાના પ્રારંભના પ્રથમ દિવસે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠ્યા

મંદિરોમાં મહાદેવજીના દર્શન માટે વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભીડ જામી, શિવજીને જળ, દૂધ, દહીં, પુષ્પો અને બિલિપત્ર ચડાવીને પૂજા-અર્ચના કરાઈ, સોમનાથ મહાદેવજીના મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા અમદાવાદઃ શ્રાવણ મહિનાના પ્રારંભના આજે પ્રથમ દિવસે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં મહાદેવજીના દર્શન માટે ભાવિકોની લાંબી લાઈનો જોવા મળી હતી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, સહિત તમામ શહેરો […]

સોમ લલિત સ્કૂલમાં ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન મોત

પોલીસે સીસીટીવીના કૂટેજ મેળવીને સાથી વિદ્યાર્થીઓની પૂછતાછ કરી, વિદ્યાર્થિની કીચેઈન ફેરવતા લોબીમાં આવીને છલાંગ લગાવી, આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ ગઈકાલે ગુરૂવારે સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતાં સારવારમાં ખસેડાઈ હતી. આજે શુક્રવારે […]

ગાંધીનગરમાં ટાટા સફારીના ચાલકે દારૂના નશામાં રાહદારીઓ, વાહનોને અડફેટે લીધા, 3નાં મોત

ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં બની ઘટના, ટાટા સફારીના ઓવરસ્પિડના વિડિયો વાયરલ થયા, ટાટા સફારીનાચાલક લોકોએ પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો ગાંધીનગરઃ શહેરના રાંદેસણ વિસ્તારમાં ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર આજે સવારે ટાટા સફારી કારએ પૂરફાટ ઝડપે રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત 3 લોકાનાં મોત નીપજ્યાં હતા. જ્યારે 5 લોકો […]

‘મિષ્ટી’ યોજના હેઠળ ગુજરાત 19.520 હેક્ટર વિસ્તારમાં ચેરના વાવેતર સાથે દેશમાં પ્રથમ

રાજ્યમાં 1175 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચેરના વૃક્ષોનું વાવેતર, રાષ્ટ્રીય સ્તરે ગુજરાત મેન્ગ્રુવ કવરની દ્રષ્ટિએ બીજા ક્રમે, કચ્છ જિલ્લો હાલમાં 799 ચો. કિ.મી. મેન્ગ્રુવ કવર સાથે અગ્રેસર ગાંધીનગરઃ ગુજરાત સૌથી વધુ લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠે સમુદ્રની લહેરોની સાથે લીલોતરી ખીલી રહી છે. દરિયાકાંઠાના રક્ષક કહેવાતા મેન્ગ્રુવ એટલે કે ચેરના વૃક્ષોનું વાવેતર નોંધપાત્ર રીતે […]

ગોંડલના રિબડામાં મોડી રાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી બુકાનીધારી બે શખસો ફરાર

જયરાજસિંહ પર શંકા હતી ત્યાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખૂલ્યાં રહસ્યો, હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કર્યાની ધમકી આપીને જવાબદારી સ્વીકારી, ગોંડલના રાજકારણમાં ફરી આવ્યો ગરમાવો  રાજકોટ:  જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં બાઈક પર આવેલા બે બુકાની ધારી શખસો દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. […]

રાજકોટના એઈમ્સમાં 58 ટકા તબીબો અને વહિવટી સ્ટાફની જગ્યાઓ ખાલી

એઈમ્સમાં હજુ સુધી કાર્ડિયોલોજી વિભાગ જ શરુ નથી થયો, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રામભાઈ મોકરીયાએ કેન્દ્રીય મંત્રીને કરી રજૂઆત, હૃદયરોગના ચિંતાજનક બનાવો છતાં પણ સરકારી સેવા નહીવત રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકોને અધ્યત્તન તબીબી સારવાર મળી રહે તે માટે રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ)ની સ્થાપના કરવામાં આવી છે. AIIMS માટે અધ્યતન […]

પંચમહાલના શહેરામાં વીજળીની ચોરી સામે ચેકિંગ, 15 લાખથી વધુ વીજ ચોરી પકડાઈ

MGVCL દ્વારા 15 ટીમ બનાવીને પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરાયું, શહેરાના અણીયાદ, બારમોલી, કવાલી, સહિત 10થી વધુ ગામોમાં ચેકિંગ, વીજળી ચોરી સામે પોલીસ ફરિયાદ પણ કરાશે ગોધરાઃ પંચમહાલ જિલ્લામાં વીજચોરીને લીધે લાઈન લોસ ઘટતા સરકારની માલિકીની વીજ કંપની MGVCL દ્વારા વીજચોરી સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરા-1 ડિવિઝનમાં આવતા શહેરા નગરના વિવિધ વિસ્તારોમાં […]

ઘેલા સોમનાથમાં VVIP ભોજનની વ્યવસ્થા શિક્ષકોને સોપાતા વિરોધ, અંતે નિર્ણય પરત ખેંચાયો

શ્રાવણ મહિનામાં 48 પ્રાથમિક શિક્ષકોને ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી, બાળકોને ભણાવવાને બદલે મંદિરમાં સેવાકિય જવાબદારી સોંપવામાં આવી હતી, હવે શિક્ષકો ‘સ્વેચ્છા’એ ઘેલા સોમનાથ મંદિરમાં સેવા આપી શકશે,  અમદાવાદઃ શ્રાવણ મહિનાનો કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. દેવાધિદેવ મહાદેવજીની પૂજા-અર્ચના માટે શ્રાવણ મહિનાનું વિશેષ મહાત્મ્ય છે. ત્યારે ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી […]

અંબાજીના ભાદરવી પૂનમના મેળા દરમિયાન સેવા કેમ્પો પરથી કચરો એકત્ર કરીને ખાતર બનાવાશે

સૌ પ્રથમવાર સેવા કેમ્પો પરથી દિવસમાં બે વાર ભીનો કચરો એકત્ર કરાશે, અંબાજીથી પાલનપુર ધણીયાણા ચોકડી સુધી કચરાનું વહન કરાશે, સફાઈ માટે 150 ℅ વધારાના ટ્રેકટરો અને પાંચ ઝોન દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં માતાજીના દર્શન માટે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે. જેમાં દુર દુરથી પગપાળા […]

સુરેન્દ્રનગરમાં બે સ્થળોએ જન્માષ્ટમીનો 5 દિવસીય લોકમેળો યોજાશે

શહેરમાં 13થી 17 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય લોકમેળાની તૈયારીઓનો પ્રારંભ, M P.શાહ કોલેજના મેદાનમાં યોજાનારા મેળામાં 23 મોટી રાઈડ્સ મૂકાશે, 32 ફૂડ સ્ટોલ અને 94 રમકડાંના સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનો એટલે મેળાની મોસમ ગણાય છે. જન્માષ્ટમીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના પર્વ પર બે સ્થળોએ 5 દિવસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code