1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગાંધીનગરથી પેથાપુર રોડ પર સરકારી જમીન પર 60 પાકા મકાનો બની ગયા,GMCની નોટિસ

મ્યુનિ.કોર્પોરેશને 60 મકાનધારકોને નોટિસ ફટકારી, નિયત સમયમાં મકાનો ખાલી કરવા અલ્ટિમેટમ અપાયું, મ્યુનિ. દ્વારા ગેરકાયદે વસાહત પર બુડોઝર ફેરવી દેવાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વસતી વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશનમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણો કરાયાની ફરિયાદો મળતા મ્યુનિએ દબાણો સામે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે શહેરના જીઇબીથી પેથાપુર તરફના […]

તળાજા રોડ પર ખનીજ વિભાગનું ચેકિંગ, ડમ્પરચાલક રસ્તા પર રેતી ઠાલવીને નાસી ગયો

ડમ્પરચાલકે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું, ચાલુ ડમ્પરમાંથી રેતી ખાલી કરીને ફરાર થઈ ગયો, ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ભાવનગરઃ જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના તળાજા ચોકડી પાસે ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેતી ભરેલા ડમ્પર ડ્રાઇવરે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર […]

સુરતમાંથી રૂપિયા 500ના દરની 1.50 લાખથી વધુ કિંમતની નકલી ચલણી નોટો પકડાઈ

અમદાવાદ એટીએસએ નકલી નોટો સાથે એક શખસને પકડી લીધો, પ.બંગાળથી 500ના ચલણની ફેક કરન્સી લાવી બજારમાં ફેરવવાનો પ્લાન હતો મોટાભાગની નકલી નોટ્સ એક જ સીરીઝ અને એક જ નંબરની છે સુરતઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ(એટીએસ)એ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરથી 500 રૂપિયાના દરની કુલ 1,59,500ની બનાવટી ચલણી નોટો સાથે એક શખસની ધરપકડ કરી બનાવટી નોટોની […]

રાહુલ ગાંધી 26મીને શનિવારે ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે

આણંદમાં આયોજિત નવનિયુક્ત જિલ્લા પ્રમુખોના ટ્રેનિંગ પ્રોગ્રામમાં હાજરી આપશે, રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને વધુ સત્તા અપાશે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે. ત્યારે દેશનું મહત્વનું રાજ્ય ગણાતા ગુજરાતમાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે કોંગ્રેસ અને એમ આદમી પાર્ટીએ પ્રયાસો શરૂ કર્યા છે. તાજેતરમાં વિસાવદર વિધાનસભાની […]

ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ.2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં

ગુજરાતમાં 10 હજાર આંગણવાડી પણ ભાડાંના મકાનમાં ચાલે છે, રાજ્યની 2788 આંગણવાડીમાં કોઇ વર્કર નથી, ફંડ વપરાયું નહીં છતાં વર્ષ 2025-26માં જુન સુધી વધુ 151 કરોડ ફાળવાયા અમદાવાદઃ  ગુજરાતમાં આંગણવાડીના સંચાલન અને બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની રકમ ફળવવામાં આવે છે. જેમાં આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને […]

રેશનિંગ કાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે

જન્માષ્ટમીના તહેવારોને લીધે અંત્યોદય –BPL પરિવારોને ખાંડ -તેલ રાહત દરે અપાશે રાજ્યમાં ૭૫ લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે, રેશન કાર્ડદીઠ એક લિટર પાઉચ રૂ.100 પ્રતિ લિટરના રાહત દરે અપાશે ગાંધીનગરઃ રાજયના અંત્યોદય અને બી.પી.એલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે એવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહતદરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો […]

ગુજરાતમાં ભેળસેળીયા સામે 7 વર્ષની કેદ અને 10 લાખના દંડનો કડક કાયદો બનાવાશે

ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ દંડની જોગવાઈમાં મોટા ફેરફાર કરાશે, સરકારે 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા, ખાદ્ય ચિજ-વસ્તુમાં ભેળસેળ વધતા સરકાર કડક કાયદો બનાવશે ગાંધીનગર: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. તેના લીધે લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે કડક કાયદો બનાવવા સરકાર […]

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મેજર અને માઈનોર વિષયમાં એક સાથે બે કોલેજમાં ભણી શકશે

5માં- છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતા, મેજર અને માઈનોર વિષય સમાન નહીં રાખી શકાય, ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોના આચાર્યોને પણ પરિપત્ર કર્યો અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્નાતકના અભ્યાસક્રમમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતાઓ કરી છે. જે મુજબ, […]

દ્વારકા-જામખંભાળિયા હાઈવે પર સ્વીફ્ટકાર પલટી ખાંતા એકનું મોત, ત્રણ ગંભીર

બોટાદના ચાર મિત્રો કારમાં દ્વારકા દર્શન માટે જતા હતા, સ્વીફ્ટકારની વધુ ઝડપને લીધે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો, પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જામખંભાળિયાઃ દ્વારકા હાઈવે પર દાંતા ગામ નજીક પૂરફાટ ઝડપે જઈ રહેલી સ્વીફ્ટકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ […]

અમદાવાદમાં ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ રિક્ષાચાલકોની હડતાળ સમેટાઈ

ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના મુદ્દે રિક્ષાચાલકોએ હડતાળ પાડી હતી, મોટર વ્હીકલ એક્ટની કામગીરી માત્ર ટ્રાફિક પોલીસ દ્વારા કરવાની માગ, રિક્ષાચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સુચના અપાઈ અમદાવાદઃ શહેરમાં પોલીસની કનડગતના આક્ષેપ સાથે ગઈકાલથી રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા હતા. અને પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી. દરમિયાન ટ્રાફિક પોલીસે રિક્ષા યુનિયનના પ્રતિનિધિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code