1. Home
  2. Tag "Gujarati Samac ar"

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીસીએની પ્રેક્ટિલ પરીક્ષામાં લેખિતમાં લેતા 1450 વિદ્યાર્થીઓ નાપાસ

સુરેન્દ્રનગરની કોલેજના 11 વિદ્યાર્થીઓને 0 માર્ક આવતા પરીક્ષા પદ્ધતિ સામે વિરોધ ઉઠ્યો, એકપણ યુનિવર્સિટીમાં BCAની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવાતી નથી, પરીક્ષામાં જાવા, સીસાબ, અને લિનક્સ લેન્ગવેજના પ્રોગ્રામિંગના પ્રશ્નોમાં પૂછાયા હતા રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. ત્યારે યુનિ દ્વારા લેવાયેલી BCA સેમેસ્ટર-4ના પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા લેખિતમાં લેવામાં આવી હોવાથી 6091માં 1450 વિદ્યાર્થીઓ […]

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 3 મિત્રો ડૂબ્યા, બેના મોત, એકનો બચાવ

કેનાલમાં ડૂબેલા યુવાનોને શોધવા ફાયર બ્રિગેડે કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્રણેય યુવાનો કેનાલમાં મસ્તી કરતા થોડાક આગળ જતાં ડૂબવા લાગ્યા હતા, અજાણ્યા રિક્ષાચાલકે એક યુવાનને કેનાલમાંથી બહાર કાઢ્યો ગાંધીનગરઃ નર્મદા કેનાલ હાલ બેકાંઠે વહી રહી છે. કેનાલમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક લોકો નહાવા પડતા હોય છે, અને ડૂબી જવાથી મોતના ઘટના […]

રક્ષાબંધન પર્વ પહેલા છેલ્લી ઘડીએ બજારોમાં રાખડીઓ ખરીદવા બહેનોની ભીડ જામી

બાળકો માટે છોટાભીમ, સ્પાઈડરમેન, લાઈટ અને મ્યુઝિકવાળી રાખડીઓની માગ વધુ, રૂ.10થી લઈ 500 સુધીની કિંમતની અવનવી ડિઝાઈનમાં રાખડીઓ ઉપલ્બધ, ડાયમંડવાળી રાખડી, સાદી રાખડી, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ, સુખડ, ચાંદીની રાખડીનો ક્રેઝ અમદાવાદઃ ગુજરાતભરમાં આવતી કાલે શનિવારે રક્ષાબંધનનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાશે, કાલે શનિવારે રક્ષાબંધન બહેનો પોતાના ભાઈને રક્ષા બાંધશે. રક્ષાબંધનના પર્વ લઈને આજે શુક્રવારે અમદાવાદ સહિત […]

વડોદરાના શિનોર તાલુકાના સુરા શામળા ગામે 15 ફુટના મગરને રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યો

મહાકાય મગરનું વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા રેસ્ક્યૂ કરાયુ, ગામના વસાવા ફળીયા નજીક કોતરમાંથી મગર આવ્યો હતો, મહાકાય મગરને પાંજરા સુધી લાવવા ટ્રેક્ટરની મદદ લેવી પડી વડોદરાઃ શહેર અને જિલ્લાના તળાવોમાં મગરોનો વસવાટ વધી રહ્યો છે. ચોમાસાની સીઝનમાં મગરો તળાવો કે કોતરોમાંથી નીકળીને બહાર આવતા હોય છે. ત્યારે જિલ્લાના  શિનોર તાલુકાના સુરાશામળ ગામની પાછળ રહેણાંક […]

સુરતથી જામનગર અને ભૂજ માટે 23 ઓગસ્ટથી નવી ફ્લાઈટ શરૂ થશે

સ્ટાર એરની 50 સીટની ક્ષમતાવાળા પ્લેન હશે, સુરત શહેર જામનગર અને ભુજ સાથે સીધી કનેક્ટિવિટીથી જોડાશે, નવી ફ્લાઈટથી કચ્છના વ્યાપાર અને પર્યટનને પણ વેગ મળશે  સુરતઃ શહેરના એરપોર્ટ પરથી જામનગર અને ભૂજ માટેની નવી બે ફ્લાઈટ આગામી તા. 23મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે. આ ફ્લાઈટ શરૂ થતાં ત્રણેય શહેરોના પ્રવાસીઓને વધુ સુવિધા મળશે. જામનગરથી સુરત […]

અમદાવાદથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને યાંત્રિક ખામીને લીધે રદ કરાઈ

ફ્લાઈટ છેલ્લા ઘડીએ રદ કરાતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો, પ્રવાસીઓને બીજી ફ્લાઈટમાં ટ્રાન્સફર કરાયા,  દિલ્હીથી ડ્રીમ લાઈનર મગાવવું પડ્યું, 170થી વધુ પેસેન્જરોને 3 કલાક સુધી ફ્લાઈટમાં બેસાડી રખાયા અમદાવાદઃ એરઇન્ડિયાની ગુરુવારે વહેલી 4.15 કલાકે સવારે અમદાવાદથી દિલ્હી જતી ફલાઈટમાં 170થી વધુ પેસેન્જરોને બેસાડી દીધા બાદ ફ્લાઈટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. […]

ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર 8મી સપ્ટેમ્બરથી યોજાશે

રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરાયુ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આપી માહિતી, 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભાનું ચોમાસુ  સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ મળશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા […]

સુરજબારી ટોલનાકા નજીક હાઈવે પર ટ્રિપલ અકસ્માત, બે વાહનમાં આગ લાગતા 4નાં મોત

કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, ટ્રક ડ્રાઇવર, ક્લિનર અને કારમાં સવાર બે લોકોએ જીવ ગુમાવ્યો, કારમાં સવાર પાંચ બાળકો સહિત સાત લોકોને સુરક્ષિત બહાર કાઢી બચાવી લેવાયા મોરબીઃ રાજ્યના નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી ટોલનાકા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો, સુરજબારી ટોલનાકા નજીક […]

બરડાના અભ્યારણ્યમાં 17 સિંહ અને 260થી પ્રાણીઓ તેમજ જળચર પક્ષીઓનો વસવાટ

બરડાનો જંગલ વિસ્તાર ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું, 10મી ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઊજવાશે, બરડો અભયારણ્ય 192.31 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે ગાંધીનગરઃ  ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. વર્ષ 1979માં  અભયારણ્ય તરીકે […]

ગુજરાતમાં કાલે શુક્રવારથી 15 ઓગસ્ટ સુધી “હર ઘર તિરંગા ”અભિયાનનું ભવ્ય આયોજન

રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદમાં 3 કિમી લાંબી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે, જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રા સાથે સ્વચ્છતા રેલી પણ યોજાશે, તા.12થી 15 ઓગસ્ટ દરમિયાન વિવિધ સ્થળોએ સ્વચ્છતા સંવાદ કાર્યક્રમો યાજોશે ગાંધીનગરઃ ભારત સરકાર દ્વારા આવતી કાલ તા. 8 ઓગસ્ટથી તા. 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code