1. Home
  2. Tag "Gujarati Samac ar"

અમદાવાદમાં મ્યુનિના ગાર્બેજ વાહને બે ટૂ વ્હીલર્સને અડફેટે લેતા એકનું મોત, 2ને ઈજા

લોકોએ ગાર્બેજ વાનના ચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો, ઈજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના જમાલપુર વિસ્તારમાં આજે બન્યો હતો. આજે સવારે મ્યુનિની ડોર-ટુ-ડોર કચરો કલેક્શન કરતી ગાર્બેજવાને બે દ્વીચક્રી વાહનોને ટક્કર મારી હતી. […]

સ્ટેચ્યુ ઓફ યનિટીને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા વિકાસના કામો હાથ ધરાશે

ગાંધીનગરમાં સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની ૬ઠ્ઠી ગવર્નિંગ બોડીની બેઠક મળી, SOU નજીક ડુંગરો પર ટ્રેકિંગ ટ્રેલ – વોક-વે અને પ્રવેશદ્વાર પાસે સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ મૂકાશે, SOUના નિભાવ, જાળવણી અને ઇનહાઉસ કેપેસિટી ડેવલપ કરવા વ્યવસ્થા તંત્ર ઊભું કરાશે ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી-SOU એકતા નગરની મુલાકાતે આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે […]

ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત આર્થિક સહાય અપાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ દુરોગામી નિર્ણય, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓને 10 લાખથી50 કરોડ સુધીની આર્થિક સહાય મળશે, ખૂટતા વર્ગખંડ બાંધકામ, વિશિષ્ટ ખંડોના નિર્માણ સહિત સુવિધાઓ ઊભી કરવા80:20ના ધોરણે સહાય અપાશે ગાંધીનગરઃ  મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત […]

ગ્રાન્ટેડ શાળા-કોલેજોના ફીક્સ પગારનાં કર્મચારીઓને મેડિકલ રજા અને ખાસ રજા મળશે

ગ્રાન્ટેડ શાળાઓના 1.282 શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને મળશે મેડિકલ રજા, ગ્રાન્ટેડ કોલેજના ફીક્સ પગારનાં કર્મચારીઓને પણ 20 દિવસની મેડીકલ રજા મળશે, ગ્રાન્ટેડ સંસ્થાના બિન–શૈક્ષણિક ફીક્સ પગારનાં નોન–વેકેશનલ કર્મચારીઓને 15 ખાસ રજાઓ મળશે ગાંધીનગરઃ રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક ફીક્સ પગારનાં કર્મચારીઓના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે […]

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા સૌની યોજના મારફતે નર્મદાનું વધારાનું પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને પગલે આજરોજ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જણાવતાં પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વરસાદ લંબાવવાના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને લોકોની રજુઆતોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડુતોને નર્મદાના વધારાના પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો […]

રાજકોટમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ગૌરવ યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

ગૌરવ યાત્રામાં 5 ટેબ્લો દ્વારા સંસ્કૃત ભાષાનો પ્રચાર, વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી, 9 ઓગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ માનાવાશે રાજકોટઃ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ શહેરમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ન્યૂ એરા સ્કૂલથી જિલ્લા પંચાયત ચોક સુધી સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી. જેમાં એક  હજારથી વધુ […]

સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ મેળો 26મીથી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે

  લોકમેળાના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી, લોકમેળામાં વિવિધ સ્પર્ધાઓ, ગ્રામીણ ઓલમ્પિક્સ અને પશુ સ્પર્ધા યોજાશે, ભાતીગળ મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે સુરેન્દ્રનગરઃ રાજ્યનો સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે લોકમેળા માટેની આગોતરી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળા માટે રસ્તા, પાર્કિંગ, NDRF […]

જુનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારીને 5 સિંહને બચાવાયા

એક સિંહ, એક સિંહણ અને ત્રણ બચ્ચાંના રેલવે ટ્રેક પર સુતા હતા, ફોરેસ્ટ ટ્રેકરે દોડી આવીને 5 સિંહોને ટ્રેક પરથી દૂર હટાવ્યા, ટ્રેનના લોકો પાયલટોની સતર્કતા આ વર્ષે કુલ 29 સિંહોને બચાવાયા ભાવનગરઃ જૂનાગઢ-વેરાવળ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેન આવતી હતી ત્યારે ટ્રેક પર એક સિંહ એક સિંહણ અને ત્રણ બચ્ચા સુતેલા હતા. ટ્રેનના લોકો […]

હાઈવે પર પેટ્રોલ પંપ અને રેસ્ટોરન્ટ પાસે ડિવાઈડર તોડીને રસ્તો બનાવનારા સામે કાર્યવાહી કરાશે

હાઈવે પર પેટ્રોલ પંપ કે રેસ્ટોરન્ટના માલિકો ડિવાઈડર તોડીને રસ્તો બનાવતા હોય છે, રાજકોટ જિલ્લા માર્ગ સમિતિની બેઠકમાં કલેક્ટરએ કર્યો આદેશ, ક્ષતિગ્રસ્ત હાઈવેના મરામતના કામો ત્વરિત હાથ ધરવા સુચના રાજકોટઃ  ગુજરાતમાં નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ તેમજ રેસ્ટોરન્ટ અને હોટલોના સંચાલકો દ્વારા હાઈવે પરના ડિવાઈડ તોડીને રસ્તો બનાવવામાં આવ્યો છે. ડિવાઈડર તોડવાથી […]

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પરપ્રાંતિય શિક્ષકોની ભરતી સામે શાળા સંચાલકોનો વિરોધ

અંગ્રેજી, હિન્દી સહિત અન્ય ભાષાની સ્કૂલોમાં ગુજરાતીને જ નોકરી આપવા માગ, ગુજરાતી યુવાનોને નોકરી મળતી નથી અને પરપ્રાંતિઓને નોકરી આપવામાં આવે છે, રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેકારોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કારકૂન કે લોકરક્ષકની પરીક્ષામાં પણ લાખોની સંખ્યામાં ઉમેદવારો નોંધાતા હોય છે. વિદ્યાસહાયકો અને શિક્ષણ સહાયકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code