દરિયામાં ભારે ભરતીને લીધે ઘોઘાના બજારોમાં વગર વરસાદે ભરાયા ગોઠણસમા પાણી,
ભાવનગરઃ જિલ્લાના ઘોઘામાં દરિયાના મોજા ઉછલીને ગામમાં પ્રવેશી જતાં બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. એક જમાનામાં અંગ્રેજોએ ઘોઘામાં દરિયાના પાણી ન ઘૂંસે તે માટે પ્રોટેક્શન વોલ બનાવી આપી હતી. ત્યારબાદ અંગ્રજોના કાળ સમયની પ્રોટેક્શન વોલ જર્જરિત થઈને પડી ગઈ હતી. હવે ભરતી હોય ત્યારે દરિયાના પાણી ઘોઘામાં નદીઓની જેમ વહેતા જોવા મળી રહ્યા છે. […]