ગરમી-ઠંડી મિશ્રિત ઋતુને કારણે વાયરલ કેસમાં વધારો, સિવિલ હોસ્પિટલની OPD માં લાગતી લાઈનો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી એમ બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આમ ડબલ ઋતુના લીધે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બાળકોમાં ઝાડા-ઊલટી સહિત વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાત્રે હળવી ઠંડક અને દિવસનું તાપમાન 35 ડિગ્રી પર પહોંચી જવાથી રોગચાળો વકરી રહ્યો છે. […]